પૃષ્ઠ:Angadvishti.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

એ વાનર અંગદ સરખા, રંક કિંકર શું કહું કથી; સુગ્રીવ સુભટ નર સારખા, નરપત તેં દીઠા નથી. ૩૦૦ રાવણ-રાજા કહેવાય રણમાંય, રાતે જે ઘુવડ બોલે; રાણા ગોલા કહેવાય, કરે વાહન જે ખોલે; રાજા કહેવાયે ભાટ, હીંડે કવિ કીરત કરતા; રાજા સર્વ કોકિલ, વસ્ત્ર લોકોનાં હરતા; અકેક ગામના અધિપતિ, એમ રાજાઓ અનેક છે; પણ આણ સ્વર્ગ પાતાળમાં, રાજા રાવણ એક છે. ૩૦૧ અંગદ-સકળ જનાવર માંય, પ્રૌઢ ગુણ સિંહ પરવરિયો; નવ કુળમાંય નરેંદ્ર, શેષ અવનિ શીર ધરિયો; આઠ અધિપત માંય, મેરુ ગઢ મોટો કહે છે; પંખી માંહે પ્રૌઢ, ગરુડ હરિ ચરણે રહે છે; રાક્ષસમાં મોટો રાવણો, દેશમાં લંકા ગુણગ્રામ છે; અંગદ કહે ઉતપત કારણ, સામળનો સ્વામી રામ છે. ૩૦૨ રાવણ-રામ અયોધ્યામાંય, કાલ અવતરિયો આપે; શ્રવણ હરણ્યો તો વિપ્ર, બાણથી એને બાપે; ખાવા પીવા જોગ, થયા જોરાવર જોટા; કાધી મૂક્યા વનવાસ, પ્રતાપ એ જો જો પ્રૌઢા કનક કુરંગ નવ ઓળખ્યો, ધાયો કરમાં ધનુષાં લિયે; અંગદ અક્કલ ગઈ તાહરી, એ બળથી રાવણ ક્યમ બિહિયે. ૩૦૩ અંગદ-દશ અવતારીક રામ, નામ તે સર્વે એનાં; પાણી પવન આકાશ, પંચમાભૂત જન જેનાં; રસ ગંધ સ્વર સ્વાદ; જાગ્રત સ્વપ્ન મન માને; મનસા વાચા કર્મ, વાત જન્મની જાણે; સરજિત પાલક સંહારમાં, ભારે કરમી ભૂપ છે; સમજ રાય રાવણ હૃદે, સ્વામી સામળનાં રૂપ છે. ૩૦૪ રાવણ-મન માનીતો તુંય, હુંય ક્યમ માનું સાચું; તું કરે તરણનો મેર, મારે મન સર્વે કાચું; સ્તુતિ કર જઇતું ત્યાંય, તેગ શો ઝાઝો તાડો; બાહુ બાંયે બળ હોય, તો ઈહાં આવી દેખાડો;