પૃષ્ઠ:Angadvishti.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

<poem>

નાચે પૂત પોતા તણો, માતપિતા લે ભામણાં; બારવટ વાજાં દલે, તુછ વચન ત્યમ તુજ તણાં. ૩૦૫ અંગદ-માનીતો સુગ્રીવ, સન્મુખ ઉભો કર જોડી; માનીતો પ્રહ્લાદ, પદ્વી પામ્યો જે પ્રૌઢી; માનીતો બળિરાય, ચતુર્ભુજ ચાંપ્યો ચરણે; માનીતો ધ્રુવ ધીર, અચળ કરી રાખ્યો શરણે; માનીતા મહારાજના, દર્શનથી તો દિલ ઠરે; અણમાનીતો અંગદો, માથાકૂટ તુજશું કરે. ૩૦૬ રાવણ-રાવણ કહે રે મૂઢ, પહાણથી દીસે પ્રૌઢો; મૂરખનો મહિપતિ, જગમાં નહીં તુજ જોડો; નફટતણો નરેંદ્ર, અધિક દીસે છે અનાડી; વખાણીને વાત, કરે કરવી હોય ચાડી; જો ડાહ્યો હોય તે દલ ધરે, સંક્ષેપે શિક્ષા લહે; અંગદ શાં વગદાં કરે, કહે કેમ ઉભો રહે. ૩૦૭ અંગદ-ઉગરે કોએક જીવ, ત્યાંય બોલીએ જૂઠું; ઉગરે કોએક જીવ, કરિએ દીઠું અદીઠું ઉગરે કોએક જીવ, અક્કલ ફેલાવું આડી; ઉગરે કોએક જીવ,કરિએ ચોરી કે ચાડી; હાંકી કાઢે છે હઠ કરી, તોય ઉભો છું બારણે; અંગદ કહે રાવણ રંક સુણ, જીવ જીવાવણ કારણે. ૩૦૮ રાવણ-ઉગારવા આવ્યો દેહે, ઉગારવાં વાનર રીંછાં; તે ઉડશે આકાશ, કાગ તણાં જ્યમ પીછાં; કોય સતી નવ થાય, પતિ કો અવર મરંતે; આપ ન ભાળે ભૂખ, પારકું ભેટ ભરંતે; પ્રાક્રમ પરમારથ તાહરું, કુડ કપટ કરવા કામનું; પિતા માર્યો તે પ્રીતથી, રુડું ચિંતશે રામનું. ૩૦૯ અંગદ-ઇંદ્રજિત સરખો તંન, તેહ, તુજ રણ રોળાશે; કુંભકર્ણ સરખો જોધ, ચાંચડવત તે ચોળાશે; સાત લાખ પ્રૌઢા પુત્ર, કાયર થઈ કૂટાશે; રત્ન ખાણની રિદ્ધ, લંક લક્ષ્મી લૂંટાશે;