પૃષ્ઠ:Angadvishti.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

મોકલ્યો એક મહીપત, એંસી લખ જોધા આદે; બહુ વિધ મેલતો બાણ, વખાણ કરું શા વાદે; પરાક્રમ કીધું પ્રૌઢ, અંગદને મારવા મંડ્યો; રૂઠ્યો તેને રામ, દુષ્ટને દૈવે દંડ્યો; જીવતો મૂક્યો એક જન, કથન રાવણ કહ્યો; લંકા લૂંટી તારી લંગુરે, બળવંત શું બેશી રહ્યો. ૩૩૦

કરડતો દંત દશકંધ, અસ્વારી આપે કીધી; એક પલકે અશોક, વાડી તો વીંટી લીધી; પકડ્યો પૂછ પ્લવંગ, ઝાપટી ઝાંક્યો જ્યારે; સમર્યા મન શ્રીરામ, તરત છુટ્યો કર ત્યારે; ત્યાં જુદ્ધ જોર ઝાઝું થયું, હઠીલો હોડે હારિયો; એ વાત લંકામાં વિસ્તરી, મહીપત મોટો એ મારિયો. ૩૩૧

ધરતી ડોલાં ખાય, કોય વદે નહીં વાણી. ખબર પોતી જઈ ત્યાંય, રાય રાવણની રાણી; ઉઠી કૂટતી શીશ, પૂતને તેડ્યો પાસે; મંદોદરી-ક્યમ બેઠો બળવંત, વિપરીત થયું છે વાંસે; લશ્કર પેઠું સર્વ લંકમાં, ભય તારો તે નવ ગણ્યો; ઉઠ્ય ઉઠ્ય આળસ તજી, કહે છે તાત તારો હણ્યો.

કવિ-મેઘરાવણ મહારાજ, ધજ ફરકાવી તેણે; ઇંદ્રજિત જશ રૂપ, ઇંદ્ર જિત્યો તો જેણે; ઢમકાવતો ઢોલ નિશાન, કૃતાંત સરીખો કહાવ્યો; પિતા પાસ તે પુત્ર, એક પલકમાં આવ્યો; એક પહોર રણજંગ મચ્યો, કહી ન શકે કોયે કવી; સંહાર થાય સૃષ્ટિ તણો, શોભા લંક એવી હવી. ૩૩૩

પડી લંકમાં બૂમ, મમત મૂક્યો સૌ માને; રામચંદ્રે તે તનો, કોલાહલ સુણિયો કાને; રામે તેડ્યો હનુમંત, અંગદ લંકામાં આડ્યો; રામ-કોપ્યો દીસે દશકંધ, પ્રૌઢ સંકટમાં હશે પડિયો; બાળક જાણી બીવરાવશે, હાલક હુકલ હલહલ હુવો; ક્લેવર કળ પડતી નથી, જરૂર ખબર તેની જુવો. ૩૩૪