પૃષ્ઠ:Angadvishti.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

અંગદ-વાલીસૂત કહે વાત, એની મેં કેમ કહેવાયે; નથી સમજ્યો નરેન્દ્ર, અહંકારી એવો રાયે; સામ દામ ને ભેદ, કર્યા તે જુગતે ઝાઝા; જેમ પથ્થર પર નીર, માને નહિ રાવણ રાજા; કરગરી કહ્યું મેં કોટિધા, આંચ દેખાડી અતિ ઘણી; પેર પેર મેં પ્રીછવ્યો, ડગ્યો નહીં લંકાધણી. ૩૪૦ એક કહીએ તો આઠ, ઠાઠમાં બોલ જ બોલે; કહે વાનરને વનચર, આપ બળ કરે અતોલે; ભચ્યા ભોજન માંય, ચાર કણ જોયા ચાંપી; અનેક કહ્યા ઉપદેશ, મન મેં જોયું માપી; લોધા ઉપર લીહ જ્યમ, પટકૂળ ગાંઠ જેવી પડે; રાઢ વિના રાવણ રીઝે નહિ, માંગી સીતા તો નહિ જડે. ૩૪૧

કવિત. છત્રપતિ છત્રપતિ, નરેન્દ્રકો નરપતિ; રૂડી કર્મરેખા રતિ, ભુપતિ મન ભાવનહેં; નમે નિત્ય નાગપતિ, સેવે સિન્ધુ સાધુ સતી; ખગપતિ સબેં, ગુનીજન જશ ગાવનહો; જગ્નજાગ કરે અતિ, આશીશ નિત્ય દે અતિ; રાતપતિ જેસો રંગ, લંકપતિ(કી) લાવનહે; જિતે નહિ કોય વાકું, દશરથકે નંદન પાખી; પંચાશ કોટકેરો પતિ, રાજેંદ્ર એ રાવન હે. ૩૪૨

છપ્પા. મુખે ન બોલ્યા રામ, નિઃશ્વાસ મૂક્યો મન સાથે; રાવણ સરખું રત્ન, હણવું પડશે મુજ હાથે; આવ્યો વિભીષણ ભૂપ, આવ્યો જશ જાંબુવંતો; આવ્યા નલ નીલ સુગ્રીવ, આવ્યો હઠકર હનુમંતો; મહારાજ વિચાર મનમાં કર્‌યો, જે ચિત્ત લહે નહીં ચાતુરી; સૌ સેવક કહે સ્વામી સુણો, "દેવ તેવી કરો પાતરી." ૩૪૩ દીધા દદામેં ઘાવ, દેવ દાનવપર કોપ્યો; લંકા ગઢ દરબાર, રામે રણસ્તંભ જ રોપ્યો.