પૃષ્ઠ:Angadvishti.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

છપ્પા. રામ-સામદ શૂર સાબાશ, વખાણ કરું શાં વાતે; હેતે મૂક્યો શિર હાથ, રીઝથકી રઘુનાથે; મમત ન મૂકશો માન, નૃપતિને ન કરો નમણાં; ગુણહીણો દે ગાળ, બોલ કહેજો ત્યાં બમણા; વળિ સામ દામ ભેદે કરી, વિષ્ટિ વધારી વાધજો; મૂરખનું મન માને નહીં, શૂરપણું ત્યાં સાધજો. ૫૪ અંગદ હરખ્યો મન, હવે મન માન્યું મારું; ગમતી કરશું ગોઠ, ધીયમાં જેતી ધારું; સવાયે દોઢ શત સહસ્ત્ર, વાદ કરંતા વાધે; રઢિયાળો રાવણ રાય, શત્રુવટ શોભિત સાધે; પછે પરાક્રમથી પ્રાજે કરું, અંગદે વિચાર્યું અંકમાં; સામળ કહે સેવક રામનો, જઈ લૂટ પડાવું લંકમાં. ૫૫

કવિત. બચન ચઢાયો શીશ, ધોયો મહા ધીરધીશ; દીસ ઘડી ચાર ચઢે, ગયો ગુન ગાય કે; લંક સો અતિ અનૂપ, દેખતહી રીઝ્યો ભૂપ; કૂપ બાગ ફૂલ ફલ, ચેત્યો ચિત્ત ચહાયકે; મહીપત મહેલ આગે, જોર ચેલ બેલ દેખ; પહેલ પ્રતિહાર કાઢે, વજ્ર કર સહાયકે; બિકટ બાટ ટેડી ડેઢી, પર સાત માલ મેડી; ગેડી લીયે રહ્યો ઉભો, અંગદ જ્યૌં આયકે. ૫૬.

છપ્પા. સરોવર સમુદ્રાકાર, પંકજ સહસ્ત્ર ખીલે; સ્ફાટિક મણિની પાળ, ગોપ ગુણવંતા ઝીલે; કસ્તુરી બહેક બરાસ, વેર્યાં કેસર બહુ વાટે; હીરા જડિત ઘણી ઘેડ, ઘુમર ઘણી ઘાટે ઘાટે; ઈંદ્રપૂરીની ઉપમા, કહેતાં વિમાસણ કરે કવિ; લંકલીલા લખ કોટિધા, નિરખે અંગદ નવનવી. ૫૭