લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તે અસલમાં છે નહીં. ‘રાવસાહેબની પુત્રવધૂ’ વગેરે પ્રકરણો મારાં જ છે. અને તે સર્વ કરતાં વધુ મહત્ત્વનો મુદ્દો તો આખી લખાવટનો છે. પ્રથમાવૃત્તિના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે અમુક પાછલાં પ્રકરણો બાદ કરતાં સળંગ શબ્દશિલ્પ મારું જ છે અને તે મૂળ ચોપડીને જૂના કાળમાં વાંચ્યા પછી ફરી વાર કદી જોયા વગર જ આલેખ્યું છે.

પણ આખરે તો હું હારું છું, ને ‘આ તો મારું અને આ કોક બીજાનું’ એવાં ચૂંથણાંથી શરમ સુધ્ધાં પામું છું.

તાત્ત્વિક સવાલ તો એક જ છે, કે આમાં વાચકને એનું પોતાનું, એના હૈયાસરસું, એને તદ્રૂપ તદાકાર ને તન્મય બનાવનારું કેટલું છે ?

એને પોતાનું લાગે તેટલું જ સાચું છે — બાકીનું સર્વ, મારું હો કે હૉલ કેઇનનું, મિથ્યા છે.

૧૩-૨-૧૯૪૪
 
૧૭૯