પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉડાવતા ઉડાવતા અમેરિકાવાસીઓ ફીદા થઈને જાપાનની સ્તુતિ કરે છે.

જાપાની અત્યાચારના બચાવનો એક નમુનો લઈએ. ૧૯૧૯ ની ઝુમ્બેશ સંબધે એક અમેરિકાવાસી લેખક અમેરિકામાં લખે છે કે “બદમાશોને ‘અમર રહો મા’ એવો ધ્વનિ કરવાના ત્રીશ ત્રીશ પૈસા મળે છે. ત્રીશ પૈસાને ખાતર આ બદમાશો ટોળે વળે, બૂમો પાડે, પોલીસ થાણાં ઉપર હલ્લો કરે, પત્થર ફેંકે, પછી તો જાપાની સૈનિકો સરખાં શાંત માણસોને પણ ખીજ તો ચડેજ ને !”

બરાબર છે ! કોરીયાની બઝારમાં મનુષ્યનો જાન સસ્તે ભાવે મળી શકે છે ! પણ એટલો તો સસ્તો નહિજ, કે ત્રીશ પૈસાને ખાતર કોરીયાવાસી વીંધાઈ જવા કે કપાઈ જવા તૈયાર થઈ જાય !

આખરે ઈન્દ્રજાળ ભેદાણી. કેટલાએક મીશનરીઓ રેલ્વેમાં બેસી છેક ચીનમાં પહોંચ્યા, ને ત્યાંથી પોતાને દેશ કાગળો રવાના કર્યા. અમેરિકાનાં વર્તમાનપત્રોમાં કોલાહલ ચાલ્યો. જાપાની અધિકારીઓએ ઘણા યે ખુલાસા ચોમેરથી બહાર પાડ્યા. પણ અમેરિકાવાસીને મન સંદેહ રહી ગયો. એક મંડળી કોરીયામાં આવવા તૈયાર થઈ. એ ઇસારો થતાં તો જાપાની સરકારનાં ભાડુતી વર્તમાનપત્રોએ બૂમરાણ મચાવ્યું કે “જાશો ના, જાશે ના, કોરીયામાં કોલેરા ચાલે છે.” પણ પેલી મંડળી માની નહિ. એટલે બીજી બૂમ પડી કે “ખબરદાર

૮૮