પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તમારી જીંદગી જોખમમાં છે. કોરીયામાં તમારા પ્રાણ લેવા એક કાવતરૂં રચાય છે.” પણ પેલા મહેમાનોનાં હૈયાં થડક્યાં નહિ. જાપાની સરકારે જણાવ્યું કે “તમે તો નહિ સમજો, પણ અમારા માનવંત મિજબાન તરીકે તમારૂં રક્ષણ કરવાની અમારી ફરજ છે. ફિકર નહિ; તમારી સાથે અમારી પોલીસ હાજર રહેશે. સાવધાન, પોલીસની સૂચનાને અનુસરજો, નહિ તો જોખમ છે.”

મિજબાનોનું મંડળ આવી પહોંચવાનું હતું તે દિવસે સ્ટેશનથી ઉતારાના મુકામ સુધી રસ્તા પર સિપાહીઓ ઉભેલા કોરીયાવાસીઓ અમેરિકાના મિજબાનોને આવકાર દેવા હોંશે ભર્યા દોડ્યાં આવ્યાં.

પોલીસે તલવાર કાઢી, નાદાનોને નસાડ્યાં. મહેમાનોની ગાડી ગામમાં નીકળી ત્યારે બન્ને બાજુ પોલીસ, અને રસ્તો સ્મશાન સમો નિર્જન ! મિજબાનો ચકિત થયા. ક્યાં હતો કોલેરા ? ક્યાં ગયું પેલું કાવરૂં ?

મહેમાનોએ હઠ પકડી કે અમારે તો દેશ જોવો છે. સરકાર કહે કે તમને લૂંટવા ને મારી નાખવા મોટી ટોળી ખડી થઈ છે. મહેમાનો કહે ફિકર નહિ. સરકાર સમજી કે ચોક્ખી ના નહિ પડાય. પણ એક ઇલાજ હતો. કોરીયાવાસીઓનેજ મહેમાનો પાસે આવવા ન દેવા !

મહેમાનોને મ્હેફિલો પર મ્હેફિલોઅપાવા લાગી. સરકારી

નિશાળો, કચેરીઓ, અદાલતો, બતાવવામાં આવ્યાં. મહેમાનો

૮૯