પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મહેમાનીમાંજ તલ્લીન બન્યા. મિષ્ટાન્ને કોનું મ્હોં નથી ભાંગી નાખ્યું ?

આખી મંડળીમાં એક માણસ મક્કમ રહ્યો. એણે તો હઠ પકડી કે મ્હારે આ દેશવાસીઓને જોવાં છે. એણે જણાવ્યું કે હું એકલોજ આથડીશ. મારી સાથે પોલીસ નહિ. એણે એક સભા ભરી. મંડપમાં મેદની માતી નથી. મહેમાનનું ભાષણ બધાં તલ્લીન બની સાંભળે છે. ત્યાં તો સોલ્જરોનાં સંગીનો ઝબૂક્યાં. શ્રોતાજનોની ધરપકડ ચાલી. મહેમાનને કહેવામાં આવ્યું કે કૃપા કરી ચાલ્યા જાઓ.” મહેમાને આંખો ફાડી જણાવ્યું કે “પહેલી બેડી મને પહેરાવો. પછી જ આ નિર્દોષ મંડળીને તમે આંહીથી લઈ જઈ શકશે.” એકજ આદમીની મક્કમતા ! સેના શરમાઈને ચાલી ગઈ.

આ એક મિજબાનના મનમાં એવો તિરસ્કાર, એવો કોપ વ્યાપી ગયો કે એણે પોતાની મંડળીનો સંગાથ છોડ્યો, એકાકી એ આખા કોરીયામાં રખડ્યો. અમેરિકામાં જઈને એણે આખું ભોપાળું એના નગ્ન સ્વરૂપમાં રજુ કર્યું.

એ મંડળીના નિવાસ દરમ્યાન સરકાર શુ કર્યા કરતી હતી ? તારો પર તારો છૂટતા હતા કે મહેમાનો વિરૂદ્ધ કાવતરૂં ચાલે છે, મહેમાનોની ગાડીને પટકવા માટે પાટા ઉખેડી નાખેલા છે, બોમ્બ છૂટવાની તૈયારી છે.

અમેરિકામાં પાછાં આવતાં એક પણ મુસાફરે આ રેલગાડીના

અકસ્માત, કાવતરાં કે બોમ્બ વિષે એક ઉચ્ચાર,

૯૦