પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સરખો યે નથી કર્યો. ઉલ્ટું મિજબાનોએ ઠેર ઠેર જણાવ્યું કે એ રમણીય ભૂમિનાં લોકો-પુરૂષો, સ્ત્રીઓ ને બચ્ચાંઓ, -સ્ટેશને સ્ટેશને આઘે ઉભાં ઊભાં અમારી સામે દયામણી આંખે નિહાળી રહ્યાં હતાં. ક્વચિત કવચિત એ હર્ષનાદ કરતાં હતાં, પણ ઘણું ખરું તો એ ચુપચાપ ઉભાં રહેતાં. એની ચુપકીદીમાં અમે એનાં હૈયાં વાંચી શકતા. એના પ્રાણ પરદેશી સત્તાની સામે પોકારતા હતા.


૯૧