આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
એશિયાનું કલંક.







પ્રકરણ ૧ લું.
અમર રહો માતા કોરીયા !



કોરીઆની રાજધાની શીઉલ શહેરની એક નિશાળમાં એક દિવસ મેલાવડો મળ્યો હતો. જાપાની બડેખાંઓએ બાળકોને રાજ–ભક્તિનાં ભાષણો દીધાં. શિક્ષકોએ પોતાના મહેમાનોને ગળે ફુલહાર પહેરાવ્યા. બધાં બાળકો સભા ખતમ થવાની આતુર હૃદયે રાહ જોતાં હતાં. એ શેની વાટ જોતાં હતાં ? મીઠાઈની ?
છેવટે એક તેર વરસનો કિશોર બાળક મોખરે આવ્યો, ને બહુજ વિનયભર્યું એક ભાષણ કર્યું. જાપાની અમલદારો ખુશ ખુશ થઈ જાય એવું રાજભક્તિથી તરબોળ એ ભાષણ.
૧