પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અંદર એક શાળા ઉઘાડી. સરકારી અમલદારે એના ઉપર કાવતરાંનો આરોપ મૂક્યો, એની મિલ્કત જપ્ત કરી. ચીનાઈ સરકાર એક સખૂન પણ ન ઉચ્ચારી શકી. બીજા એક ગૃહસ્થે સરકારી બેન્કમાં મૂકેલાં પોતાનાં નાણાંમાંથી એક લાખ સીક્કા ઉપાડવાની પરવાનગી માગી. સરકારે ના પાડી. એણે જીદ કરી. સરકારે એની આખી ઈસ્કામત જપ્ત કરી. કારણ ? એ બદમાશ સરકારની સામે કાવતરું રચતો હતો !

૯૭