પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



પ્રકરણ ૧૩ મું.

સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી.


સુલેહની સભામાં બેસીને જ્યારે જાપાન દુર્બળ પ્રજાઓના બચાવમાં ગર્જના કરતું હતું, ત્યારે એની પોતાની છાતી થડક થડક થતી હતી. એણે જોયું કે નિર્દોષ શોણિતનો આર્તનાદ દિગ્ દિગન્તરો વીંધીને ચોમેર પહોંચ્યો છે. એના કાળજામાં અવાજ ઉઠ્યો કે શું જવાબ આપવો ?

અંતરનો સેતાન બોલી ઉઠ્યો કે “સુધારા, સુધારા.”

ટોક્યોની સરકારે ઢંઢેરો લખીને અમેરિકા મોકલ્યો. વર્તમાનપત્રોએ એ ઢંઢેરો છાપી નાખ્યો. ઢંઢેરામાં જાપાને કોલ દીધેલો હતો કે “કોરીયાની અમારી વ્હાલી પ્રજાને અમે સમાનભાવે સુખી અને સલામત રાખીશું, પગલે પગલે સ્વરાજ્ય બક્ષીશું, લશ્કરી રાજ્યતંત્રને બદલે સીવીલ

રાજ્યવ્યવસ્થા સ્થાપીશું, ગ્રામ્ય સ્વરાજ્ય, અને શહેર સુધરાઈખાતું પ્રજાની ચુંટણીના ધોરણ પર ચલાવીશું, ઇન્સાફના તખ્ત સામે જાપાની કે કોરીયન ઉભયનો એક કાયદે ન્યાય કરીશું.” ઢંઢેરો

૯૮