લખાણ પર જાઓ

પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉપર ચોળીઓ ને ચડ્ડીઓ શીવી લીધેલી, તે ચીરીને સીપાઈઓએ બધીને નગ્ન કરી ભર બજારે ઉભી રાખી. માતા કોરીઆનાં સંતાનોની આંખમાથી આ દેખાવે લોહી ટપકાવ્યાં, છેડાયેલી જનતા તોફાન પર આવી. લોકો રાવ લઈને પોલીસના વડા પાસે દોડ્યા. જાપાની અધિકારીએ જવાબ વાળ્યો કે “રમણીઓને નગ્ન કરવાનું જાપાની કાયદામાં મંજુર છે.”

આ જાપાન કોણ ? આપણી માતાની એશિયાઈ બહેન ! જેણે સૈકાઓ સુધી જુલ્મની સાંકળો ઉચકીને આખરે એક દિવસ એ સાંકળોને તોડી નાખી; જેણે પોતાના શૌર્યથી, ને કળાકૌશલ્યથી આખા યુરોપને તેમજ અમેરીકાને ચકિત કર્યું; જેણે જગતમાં એશિયાની ઇજ્જત જાળવી.

આવું પ્રતાપી, ને સમૃદ્ધિશાળી, જાપાન કોરીયાને શા માટે સંતાપે છે ? બે કરોડ નિર્દોષ ને શૂરવીર મનુષ્યોએ એનો શો અપરાધ કર્યો છે ? દુનિયાના એક ખુણામાં પડ્યો પડ્યો એ પ્રાચીન દ્વીપકલ્પ ચાર હજાર વરસો થયાં સ્વતંત્રતા ભોગવતો હતો, પોતાનો કીર્તિવંત ને નિષ્કલંક ઇતિહાસ પોતાનાં બાલકોને ભણાવી રહ્યો હતો. એનાં સંતાનોને ગાવાની કવિતા હતી, પોતાના સુંદર મનોભાવો પ્રગટ કરવા