લખાણ પર જાઓ

પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રેલ્વે હતી, પણ એની સુવ્યવસ્થા કરનારા જાપાની અમલદારો નહોતા ! રે ! કોરીઆમાં સોનાની ખાણો હતી !

પરદુઃખભંજન જાપાને આ નાનકડી તોફાની પ્રજાને શી રીતે, ને કેટલી કેટલી મુશીબતે ઠેકાણે આણી તેનો ટુંકો ઇતિહાસ તપાસીએ. સીતેર વરસનો ટુંકો આ ઇતિહાસ છે.