પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પાસે આવ્યો, ઘુંટણપર પડ્યો, ભોંય સાથે માથું અડકાવ્યું, અને કોલ દીધો, કે “જ્યાં સુધી સુર્ય પશ્ચિમે નહિ ઉગે, નદીઓનાં વ્હેન પાછાં નહિ વળે, પથરો આકાશમાં ચડીને તારા નહિ બની જાય, ત્યાં સુધી કોરીયાનો રાજા જાપાનને ચરણે નમ્યા વિના નહિ રહે, ખંડણી ધરતો નહિ અટકે.”

મહારાણીએ રાજાની શરણાગતી મંજુર રાખી. રાજાના ખજાનામાંથી સોનું રૂપું રેશમ ઈo નાં આઠ જહાજ ભરીને રાણી જાપાન ગઈ. જાપાનીઓ કહે છે કે બાકીનાં બન્ને રાજ્યો પણ, સીલાની દશા જોઇને, તેમજ જાપાની હલ્લાનું જોર જોઈને ચુપચાપ ચેતી ગયા, તથા માગ્યા પ્રમાણે ખંડણી ભરતા થઈ ગયા.

કોરીઆને આજે કબ્જે કરી લેવાનો જાપાની દાવો, આ પુરાણા ઇતિહાસ ઉપર મંડાયો છે. પરંતુ ચીન અગર કોરીયાની તવારીખોમાં આવો કોઈ બનાવ ક્યાંયે માલૂમ પડતો નથી.


કોરીઆનો ઇતિહાસ ફક્ત એટલું જ બતાવે છે કે ત્રણે રાજ્યોની અંદર પરસ્પર કલહ ચાલતો હોવાથી તેમાંનું એક સંસ્થાન જાપાનની સાથે મહોબ્બત બાંધવા વારંવાર મિત્રાચારીની

૧૨