પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાપાનના હલ્લાઓ તો ઘણી યે વાર આવી ગયા. પણ જ્યાં સુધી આ ન્હાના દ્વીપકલ્પનો સામાજીક આત્મા શુદ્ધ હતો ત્યાં સુધી એ બહારના હલ્લાઓ અંગ ઉપરથી પાણીનું બિન્દુ પડીને દડી જાય તેમ આવીને ચાલ્યા ગયા. પણ છેલ્લા ૩૦૦ વરસ થયાં એ પ્રજાનો પ્રાણ ડોળાયો હતો.

દેશમાં બેજ વર્ગ હતા. અમીર અને રૈયત. અમીરનાં ખેતરો રૈયત ખેડતી. રૂશ્વત અને વગસગને બળે દેશની તમામ સરકારી જગ્યાઓ અમીરજાદાઓને જ હસ્તગત રહેતી. સરકારી નોકરી ન મળી શકે તો આ અમીરજાદાઓ શાળાઓમાં શિક્ષક બનતા. તે સિવાય દેશના હુન્નર ઉદ્યોગ કે વ્યાપાર વાણિજ્યમાં પડવું એ તો એમના ગૌરવને હાનિ પહોંચાડવા જેવું હતું. આજ આપણે ત્યાં જમીનદારોના પુત્રોની જે હાલત થાય છે તેજ હાલત એ અમીર વર્ગની થઈ. ટોળાબંધ અમીરજાદાઓ આળસુ જીંદગી ગાળતા, અને પોતાના વિલાસોને પહોંચી વળવા માટે ખેડુઓને ચૂસતા. આખું વરસ ખેડ્યા પછી નીપજમાંથી, માંડ ગુજારો થાય તેટલોજ દાણો ખેડુને મળતો. બાકીનો ભાગ અમીરોના વૈભવોને પોષતો. અમીર ખેડુ પાસેથી ફાવે તેટલી વેઠ લઈ શકતો વસ્તીના

૧૬