પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૫ મું.

તૈયારીની તક ગુમાવી.


પરરાજ્યોની ડખલ દૂર થઇ. પછી તો પ્રજાને તૈયાર કરવાનો વખત હતો. પણ કેટલી કેટલી પ્રજાઓએ એવી તૈયારી કરવાની તકો ગુમાવી નાખી છે ! કોરીયાના રાજ્ય–તંત્રમાં સડો પેઠો. સારા આદમીને એમાં સ્થાન નહોતું. પરદેશીઓની મદદ વિના જ દેશની દુર્દશા મંડાણી.

પ્રજાની આ દુર્દશા ઉપર દેશનો એક પ્રાણ ફિકર કરતો કરતો જાગતો હતો—એ જ્વાળામય દેશભક્ત જેઇસન. એના મનમાં ઉમેદ હતી કે સરકારમાં નોકરી મેળવીને માતૃભૂમિની સેવા કરીશ. પણ રાજવહીવટના એ પ્રાણહીન યંત્રમાં જેઇસને પોતાનું સ્થાન ક્યાંયે ન જોયું.

એણે બહાર રહીને દેશની નજર સામે આદર્શ ધરવા મનસૂબો કર્યો. બે વર્તમાનપત્રો કાઢ્યાં, ને એક

સ્વાતંત્ર્ય સભા.


કાઢી. એક દીવાની જ્યોતમાંથી અનેક દીવા પ્રગટાવાય, તેમ ત્રણ મહિનામાં તો સ્વાતંત્ર્ય–સભાને ચોપડે દસ હજાર વીરોનાં નામ નોંધાયાં. કોરીયા સરકારની કાળી કિતાબને પાને

૨૭