પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

દસ હજારને પૂરવાનાં જેલખાના ક્યાં ? શરમાતે મ્હોંયે પોલીસે ફક્ત સત્તર સરદારોને પકડ્યા. પાંચમા દિવસની પ્રભાતે તે બંદીખાનાં ખોલાયાં ને સુધારા મંજુર થયા.

જેવા લોકો ઘેર પહોંચ્યા તેવી જ સુધારાની વાત જ ઉડી ગઈ. ઠગાયેલી પ્રજા રોષે ભરાણી. ઠેર ઠેર ટોળાં મળ્યાં. સીપાહીઓને હુકમ મળ્યો કે ગોળીઓ ચલાવો.

એકે એક સોપાહીએ કમર પરથી પટા ખોલીને નીચે ફેંક્યા. ટોપી પરના બીલ્લા તોડી નાખ્યા. બંદુકો ભેાંય પર ધરીને બોલ્યા કે “માફ કરો, પ્રજાથી અમે નોખા નથી.”

સરકાર સમજી ગઈ કે સીપાહીઓની અંદર હુજુ થોડી ઘણી અનુકપ્પા રહી ગઈ છે. પછી એણે કાઢ્યા સોલ્જરોને સંગીનની અણીએ સોલ્જરોએ તે દિવસે તો લોકોનું દળ વિખેર્યું. બીજી પ્રભાતે આવીને જુએ તો હજારોની સંખ્યામાં પ્રજા રાજમહેલની સન્મુખ ખડી થઈ હતી. ચૌદ દિવસ ને ચૌદ રાત્રીઓ એ હજારોએ ત્યાંને ત્યાં ગુજારી. કોરીયાની પ્રજા દુભાય ત્યારે આવું તાગું કરે. રાજાઓના લોખંડી હૃદય બીજી શી રીતે પલળે ?

રાજાને નમવું પડ્યું. માગેલા સુધારા મંજુર થયા લોકોએ જય–ઘોષ કર્યો. પણ બહુ ઉતાવળ થઈ ગઈ. લોકોની અંદર અંદર જ ફાટફૂટ થઈ. સુધારાનો કાગળીયો ફરીવાર હવામાં ઉડ્યો. લોક નાયક સીંગમાન બંદીખાને પડ્યો. કારાવાસના જુલ્મોની કથા આપણાથી ક્યાં અજાણી છે ? એક

૨૯