પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

રાત્રીએ સીંગમેનને સમાચાર મળ્યા કે “આવતી કાલે તારો પ્રાણ લેવાશે.” બંદીવાન આનંદમાં નાચવા મંડ્યો.

પણ સરકારની એક ન્હાની સરખી ભૂલ થઈ ગઈ ! સીંગમાનને બદલે એની પડખેની ઓરડીવાળા બીજા કોઇ કેદીનો ઘાત કરવામાં આવ્યો. સીંગમાન બચી ગયો. છ વરસના કારાવાસ પછી ૧૯૦૪ માં એ છુટ્યો.

રૂસ–જાપાનની લડાઈ જામી. કોરીયાનો કોળીયો કરી જવા આ બન્ને રાષ્ટ્રો રાહ જોતા બેઠેલા હતા. રૂશીઆનું પરિબળ કોરીઆ ઉપર વધ્યું. કોરીયાએ પણ રૂશીઆનો પક્ષ લીધો. જાપાને યુદ્ધ જાહેર કર્યું. કોરીયાને કિનારે ઉભેલાં રૂસ જહાજો ડુબાવ્યાં; કોરીઆ–નરેશનો મહેલ કબજે કર્યો, અને આખા દેશ ઉપર સૈન્ય છોડી મૂક્યું. આ રીતે એક સુંદર, સંસ્કૃતિશાળી, ને શાંતિમય રાષ્ટ્રની સ્વતંત્રતાનો અંત આવ્યો. જાપાનનો મનોરથ સફળ થયો.

આખા જગતની ઉઘાડી આંખ સામે એકદમ તો એક દેશ બીજા દેશને શી રીતે મોંમાં મૂકી શકે ? જાપાન કોરીયાને કહે કે તમારી સ્વતંત્રતા અમારે મંજૂર છે. અમે તો તમને એ કાગળ ઉપર પણ લખી આપ્યું છે. એથી વધુ શું ખાત્રી માગો છો ? માત્ર તમારે એના બદલામાં અમારી સલાહ લેવાનું રાખવું, અને રૂશીઆના પંજામાંથી તમને બચાવી લેવા માટે અમે જે યુદ્ધ આરંભ્યું છે, તેમાં અમારાં સૈન્યો

૩૦