પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૮ મું.

કેસરીયાં

એક વખતનું ચુપચાપ પાડોશી જાપાન આસ્તે આસ્તે કોરીયાનું સલાહકાર બન્યું. વળી ધીરે રહીને મુરબ્બી બની બેઠું. જોતજોતામાં તો મુરબીશ્રીએ તોપો–તલવારો બતાવીને પોતાના આશ્રિતને પગ તળે ચાંપી દીધું. જગતને તો જાપાને એમ જ સમજાવ્યું કે આ બાપડી અજ્ઞાન પ્રજાને આબાદ કરવા, સંસ્કારી બનાવવા હું મહેનત લઉ છું.

આપણે જોયું કે એમ શાંતિથી, વિના બોલ્યે આ વીરપ્રજા વશ નથી થઈ ગઈ. ૧૯૦૭ ના ઘા જાપાન કદી નહિ ભૂલે. એ વરસમાં કોરીયાની સેનાને વિખેરી નાખતી વેળા, વીશ હજાર જાપાની યોધ્ધાઓની સામે, કોરીયાના સૈનિકો ઝુઝ્યા હતા, અને એક પણ સૈનિક રહ્યો ત્યાંસુધી પીઠ બતાવી નહોતી. લડવાનાં પૂરાં શસ્ત્રો પણ નહોતાં. એ વીશ

૪૯