પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જાપાનીઓએ રાજાને ઝેર દઈ તેનો જીવ લીધો. અપમાનથી ખરડાયેલો અને ઝીંદગીને હારી ગએલો વૃદ્ધ રાજા મૃત્યુને તો જીતી ગયો. જનની કોરીયા ! એનું અને એની બહાદૂર રાણીનું તર્પણ શું એળે જશે ?

રાજાના મરણની બીજી પણ એક વાત ચાલી હતી. કોરીયાનું વ્યક્તિત્વ આંચકી લેવા ખાતર જાપાને પોતાની કુમારી કોરીયાના યુવરાજની સાથે પરણાવવાનું કહેણ મોકલ્યું. યુવરાજ તો આનંદથી નાચી ઉઠ્યો. બુઢ્ઢો રાજા વિચારે છે કે હું હમણાંજ મરી જાઉં તો કોરીયાના રીવાજ પ્રમાણે ત્રણ વરસ સુધી વિવાહ નહિ થાય. અને ત્રણ વરસમાં શું કોઈ નહિ જાગે ? એમ સમજીને એણે વિષપાન કરી પ્રાણ કાઢી નાખ્યા. બેમાંથી ગમે તે વાત સાચી હોય, પણ રાજાનું મૃત્યુ તો ઉજ્જવળ બની ગયું.

રાજાજીના મરણના સમાચાર તો આગના ભડકાની માફક ચોમેર વિસ્તરી ચૂક્યા. ઝીંદગાનીની અંદર જે રાજા પ્રજાની પ્રીતિ ખોઈ બેઠો હતો તેના આવા પ્રાણ દાનથી પ્રજાનું અંતર પ્રેમમાં તરબોળ બની ગયું. જાપાની સરકારે તો રાજાના મૃત્યુની એના સરકારી છાપામાંયે નોંધ ન લીધી. શોકનો

૫૨