પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 વિચારસ્વાતંત્ર્ય ઉપર અંકુશ મૂકવામાં આવેલ છે અને પ્રજાકીય જીવનની અમારી પ્રતિષ્ઠાને લૂંટી લેવામાં આવેલ છે.

ભૂતકાળની ભૂલો સુધારવી હોય, અમારી વર્તમાન વેદના વિદારવી હોય, અમારા ઉપરના ભાવી જૂલ્મો જો જતા કરવા હાય, અમને વિચારસ્વાતંત્ર્ય બક્ષવું હોય, અમારા વ્યવહારમાં સ્વતંત્રતા સાચવવા દેવી હોય, અમને સહજ પણ પ્રગતિના માર્ગે પ્રયાણ કરવા દેવું હોય, દુઃખ અને નામોશીભર્યાં ગુલામીના વારસામાંથી અમારી સંતતિને મુક્ત કરવા દેવી હોય અને તેમને માટે સુખ અને સંતોષ મૂકી જવા દેવા હોય, તો એ સર્વ માટે એકજ વસ્તુ આવશ્યક છે–અમને સ્વાધીન રહેવા દ્યો.

જે સમયે સત્ય અને ન્યાય માટે જગતનું જીગર તલપી રહ્યું છે, ત્યારે અમારામાંનો દરેક પોતાનું અંતર મજબૂત કરે તો બે કરોડની પ્રજા શું શું ન કરી શકે ? શા શા બંધનો ન તોડી શકે ? શા શા મનોરથો સિદ્ધ ન કરી શકે ?

જાપાને અમારા તરફ અઘટિત વર્તન ચલાવ્યું છે, અમારી સંસ્કૃતિને તેણે ધિક્કારી કાઢી છે, અથવા તો અમારા ઉપર તેણે જૂલ્મ કર્યો છે, તે સંબંધી અમારે કશું જ કહેવાનું નથી.

૫૭