પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 જ્યાં અમારા પોતામાંજ દોષો ભરપૂર ભર્યાં હોય, ત્યાં પારકાના અવગુણ ગાવામાં અમારો કિમ્મતી સમય કાં વ્યર્થ વીતાવવો ? જ્યારે ભવિષ્યના કાર્યક્રમમાં અમારે મશગૂલ થવું ઘટે છે, ત્યારે ગઇગૂજરી શા અર્થે સંભારવી ? અમારા અંતરાત્માની આજ્ઞાનુસાર ભવિષ્યના તમામ અનર્થો દૂર કરી અમારો માર્ગ સાફ કરવા આજે અમને ઘટે છે. ભૂતકાળના દુઃખો અથવા તો વૈરવિરોધના પ્રસંગો સ્મરણમાં લાવી અમારા અંતર્‌માં ક્રોધ કે કડવાશ ઉત્પન્ન કરવા અમે નથી માગતા. અમારૂં ગુરૂ કાર્ય તો આજે એજ છે કે પશુબળની પૂરાણી પ્રથાને વશ બનેલ, વિશ્વનિયમ અને ઔચિત્યબુદ્ધિથી વિરૂદ્ધ વર્તેલ જાપાનની સરકારને અમારે સમજાવી દેવું કે તેણે હવે સુધરવું જ જોઇશે—સત્ય અને ન્યાયને માન આપવું જ પડશે. અમારે તો જાપાની સરકારનું હૃદય પીગળાવવું છે. આજ એ હૃદયની અંદર પશુબળની પુરાણી વૃત્તિ વસી રહી છે. અમારાં લોહી આપીને અમે એ રાક્ષસી હૃદયને પલટાવીશું; પછી જાપાન નીતિ, ધર્મ અને સત્યને પંથે પળશે.

કોરીયાને તમે જાપાન સાથે જોડી દેશો તેનું શું પરિણામ ? તમારી અને અમારી પ્રજાનાં હૃદયો વચ્ચે તો ઝેરવેરની

૫૮