આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આખી ઝુંબેશને અદ્ભૂત બનાવી દેનાર તો લોકોની શાંતિ હતી. તોફાનનો એક ઇસારો પણ નહિ, મારપીટનો એક પણ કિસ્સો નહિ !
પહેલું જાહેરનામું કાઢનારા તેત્રીસ નેતાઓ ગિરફ્તાર થયા. નવાઓએ તેની જગ્યા પૂરી. તત્કાળ જાહેરનામું કાઢ્યું કે
“ધન્ય છે તમારી પ્રતાપભરી શાંતિને ! હે બંધુજનો ! એ શાંતિને બરાબર જાળવજો. મારપીટ કરનારો માણસ, માતા કોરીયાનો વેરી બનશે !”
૬૪