લખાણ પર જાઓ

પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“ઉપાડી યે જાય” બાપે જવાબ દીધો.

“જો ઉપાડી જાયને, તે તમે સહી કરશો મા, હો બાપુ !” બાલક જાણતો હતો કે કોઈ નિર્દોષ દેશબંધુની સામે કાવતરાં જગવવા જેલવાળા કંઇક કબૂલાત લખાવી લ્યે છે.

થોડા રોજમાંજ બાપ બંદીખાને ઘસડાયો, પણ આખરે છુટ્યો. જ્યારે એ ઘેર આવ્યો, ત્યારે બાલકે પહેલવહેલું શું પૂછ્યું ?

“બાપુ, તમે સહી નથી કરીને ?”

“ના બેટા. મેં ક્યાંય સહી નથી કરી.”

બાલક રાજી થયો.

પણ આ લડતમાં ખેડુ ક્યાં ઉભો હતો ? એની લાગણી બતાવનારૂં એક દૃષ્ટાંત : એક નિર્દોષ જુવાન ખેડુને જાપાની સૈનિકે બંદુકથી વીંધી નાખ્યો. ગામના લોકોએ મારનારને પકડ્યો, ને એનો પ્રાણ લેવાની તૈયારી હતી, ત્યાં તો એ જુવાનનો વૃદ્ધ કાકો દોડતો આવ્યો, આડા હાથ દીધા, ને બોલ્યો, “છોડી મેલો, એના પ્રાણ લઈને જગતમાં ગુન્હો કાં વધારો ?” ઘવાયેલા ખેડુને લઈ બધા ઇસ્પીતાલે આવ્યા, એ બધાને જાપાની સોલ્જરે ગોળીથી, ને સંગીનથી વીંધી નાખ્યા.

શહેરથી દૂર દૂર રહેનારો કોરીયન ખેડુ રાજ્યખટપટમાં ઉંડુ કંઈ યે ન જાણે એના માથામાં બીજી કશીયે વિદ્યા

૭૮