લખાણ પર જાઓ

પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“હા.”

“વારૂ ! એનું નામ તો હું ખુશીથી કહીશ. એનું નામ સર્વશક્તિમાન પ્રભુ ! આ ઝુમ્બેશની પાછળ એ પોતે છે.”

“સીધો જવાબ આપોને ! કયા મનુષ્યોએ આ હોળી જગાવી છે ? તમે જાણો છો ?”

“હા, હા, હું એમાંના એકેએકને જાણું છું.”

“બોલો, ત્યારે.” એમ કહી એણે ગજવામાંથી ડાયરી કાઢી.

“લખો ત્યારે, ફુસનથી માંડીને સદા–શ્વેત પ્હાડો પર્વતનો, રે ! એની યે પેલી પાર સુધીનો પ્રત્યેક કોરીયાવાસી આ યુદ્ધની પાછળ ખડો છે.”

યીના મુખ ઉપર ભયાનક કોપ છવાયો. જાપાનીઓથી એ પ્રતાપ ન સ્હેવાણો. ડાયરી ખીસ્સામાં મેલીને અમલદારો ચાલ્યા ગયા.

એક અંગ્રેજ મુસાફર લખે છે:– “વીશ વરસની અમારી બન્નેની પિછાન દરમ્યાન મેં યીના મુખ ઉપર મધુર હાસ્ય સિવાય બીજું કશું નહોતું જોયું. ચાહે તેવી આફતમાં પણ એના મ્હોંમાંથી તો આનંદમય સખૂન જ ઝરે. પણ છેલ્લે હું એને મળ્યો ત્યારે એ સીત્તર વરસના વૃદ્ધની આંખોમાં આંસુ ઉભરાયાં. ગિરફતાર થવાના ડરથી એ રડતો હતો ? ના, ના. એ આંસુ ન્યારાં હતાં. એ બોલ્યો કે, “આ આફતને ટાણે. શુ મ્હોં લઇને હું બુઢ્ઢો બંદીખાનાની બ્હાર મ્હાલું છું ? હાયરે !

૮૦