લખાણ પર જાઓ

પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ત્રણ ફરમાનો–પણ એનાથી રહેવાયું નહિ. એણે જોયું કે, સામે ઉભેલો અત્યાચારી કે અણસમજુ જંગલી લશ્કરી આદમી નહોતો, પણ ભણેલો ગણેલો સમજણો સિવીલીઅન હતો. કોરીયન જુવાન દોડ્યો, અત્યાચારીને એણે પકડ્યો, પટક્યો, ને પેટ ભરીને પીટ્યો. તેટલામાં તો સૈનિકો આવી પહોંચ્યા, એ વીર યુવાનના બન્ને હાથ કાપી લીધા, ને એને બંદીખાને ઉપાડી ગયા. બીજે દિવસે એક પાદરી આ યુવકના પિતા પાસે આવી આશ્વાસન દેવા લાગ્યો. આંસુભરી આંખે વૃદ્ધે જવાબ વાળ્યો, કે “મારા દીકરાના હાથ ગયા, પણ આવા કાર્યમાં કદાચ એના પ્રાણ જાય, તોયે મને દુઃખ નહિ થાય.

આખી લડતની અંદર મારપીટનો આ એકજ અપવાદ !

૮૨