પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોરા વેપારી ચમક્યા. તેમણે પહેલાં હિંદી મજૂરને વધાવ્યા ત્યારે તેમને તેઓની વેપારશકિતનો ખ્યાલ નહોતો આવ્યો. તેઓ ખેડૂત તરીકે સ્વતંત્ર રહે ત્યાં લગી તો તેઓને તે વખતે હરક્ત નહોતી. પણ વેપારમાં તેમની હરીફાઈ અસહ્ય લાગી.

આ હિંદીઓ સાથેના વિરોધનું મૂળ.

તેમાં બીજી વસ્તુઓ ભળી. આપણી નોખી રહેણીકરણી, આપણી સાદાઈ, આપણને ઓછા નફાથી થતો સંતોષ, આરોગ્યના નિયમો વિષે આપણી બેદરકારી, ઘરઆંગણાને સાફ રાખવાનું આળસ, તેને સમારવામાં કંજૂસાઈ, આપણા જુદા ધર્મ-આ બધું વિરોધને ઉતેજન આપનાર નીવડ્યું.

તે વિરોધ પેલા મતાધિકારને ખૂંચવી લેવારૂપે ને ગિરમીટિયા ઉપર કર નાંખવારૂપે કાયદામાં મૂર્તિમંત થયો. કાયદાની બહાર તો નાના પ્રકારની ખણખોદ ચાલુ થઈ જ ચૂકી હતી.

પ્રથમ સૂચના તો એ હતી કે ગિરમીટ પૂરી થવા આવે એટલે હિંદીઓને જબરજસ્તીથી પાછા મોકલવા, એવી રીતે કે તેનો કરાર હિંદુસ્તાનમાં પૂરો થાય. આ સૂચના હિંદી સરકાર કબૂલ રાખે તેમ નહોતું. એટલે એવી સૂચના થઈ કે,

૧. મજૂરીનો કરાર પૂરો થયે ગિરમીટિયો પાછો હિંદુસ્તાન જાય,
અથવા
૨. બબ્બે વર્ષની ગિરમીટ નવેસર કરાવ્યાં કરે ને તેવી દર વેળાએ તેને પગારમાં કંઈક વધારો મળે;
૩. જો પાછો ન જાય, ને ફરી મજૂરીનું કરારનામું પણ ન કરે તો તેણે દર વર્ષે પાઉંડ ૨૫ કરના આપવા.

આ સુચના કબૂલ કરાવવા સારુ સર હેનરી બીન્સ તથા મિ. મેસનનું ડેપ્યુટેશન હિંદુસ્તાનમાં મોકલવામાં આવ્યું. લોર્ડ એલ્ગિન વાઈસરોય હતા. તેમણે પચીસ પાઉંડનો કર તો નામંજૂર કર્યો; પણ તેવા દરેક હિંદી પાસેથી પાઉંડ ત્રણનો કર લેવો એમ સ્વીકાર્યુ. મને ત્યારે લાગેલું ને હજુ લાગે છે કે, વાઈસરોયની આ ગંભીર ભૂલ હતી. તેમણે આમાં હિંદુસ્તાનનું હિત મુદ્લ ન વિચાર્યુ. નાતાલના ગોરાઓને આવી સગવડ કરી આપવાનો તેમનો મુદ્લ ધર્મ નહોતો. ત્રણ ચાર વર્ષ બાદ આ કર તેવા હિંદીની સ્ત્રી