પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાનેવારીમાં મળશે. જલદી પાછા ફરો.'

આથી એક કાગળ છાપાંઓમાં લખી તુરત ઊપડી જવાની અગત્ય જણાવી મેં કલકત્તા છોડ્યુ, ને પહેલી સ્ટીમરે જવાની ગોઠવણ કરવા દાદા અબદુલ્લાના મુંબઈના એજન્ટને તાર કર્યો. દાદા અબદુલ્લાએ પોતે 'કુરલૅંડ' સ્ટીમર વેચાતી લીધી હતી. તેમાં મને તથા મારા કુટુંબને મફત લઈ જવાનો આગ્રહ ધર્યો. મેં ઉપકાર સહિત તે સ્વીકાર કર્યો અને હું ડિસેમ્બરના આરંભમાં 'કુરલૅંડ'માં મારી ધર્મપત્ની, બે દીકરા, ને મારા સ્વર્ગસ્થ બનેવીના એકના એક દીકરાને લઈને દક્ષિણ આફ્રિકા તરફ બીજી વાર રવાના થયો. આ સ્ટીમરની સાથે જ બીજી સ્ટીમર 'નાદરી' પણ ડરબન રવાના થઈ. તેના એજન્ટ દાદા અબદુલ્લા હતા. બંને સ્ટીમરમાં મળી આઠસેંક હિંદી ઊતારુઓ હશે. તેમાંનો અરધ ઉપરાંત ભાગ ટ્રાન્સવાલ જનારો હતો.