પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જવાની બીકે ઈસ્તરી બરોબર દાબી નહીં, તેથી તે અક્કડ તો બન્યો પણ તેમાંથી આર ખર્યા કરતો હતો !

આવે હાલે હું કોર્ટમાં ગયો ને બારિસ્ટરોને મજાક કરવાનું સાધન બન્યો. પણ મારામાં આવી મજાક સહન કરવાની શકિત તે કાળે પણ ઠીક હતી.

'કોલર હાથે ધોવાનો આ પહેલો અખતરો છે, એટલે તેમાંથી આર ખરે છે. મને એ અડચણકર્તા નથી, ને વળી તમને બધાને આટલો વિનોદ પૂરો પાડું છું એ વધારાનો નફો. ' મેં ખુલાસો કર્યો.

'પણ ધોબી ક્યાં નથી મળતા?' એક મિત્રે પૂછ્યું.

'અહીં ધોબીનો ખરચ મને તો અસહ્ય લાગે છે. કૉલરની કિઁઅત જેટલી ધોવાઈ થાય અને એ આપતાં છતાં ધોબીની ગુલામી ભોગવવી. એના કરતાં હાથે ધોવું હું પસંદ કરું છું.'

આ સ્વાવલંબનની ખૂબી હું મિત્રોને ન સમજાવી શક્યો.

મારે કહેવું જોઈએ કે છેવટે ધોબીના ધંધામાં મારા કામપૂરતી કુસ્સ્શળતા મેં મેળવી લીધી હતી, અને ધોબીના ધોણ કરતા ઘરનું ધોણ મુદ્લ ઊતરતું નહોતું. કૉલરનું અક્કડપણું તેમ જ ચળકાટ ધોબીના ધોયેલ કૉલર કરતાં ઊતરતાં નહોતા. ગોખલેની પાસે સ્વ. મહાદેવ ગોવિંદ રાનડેની પ્રસાદીરૂપ એક ઉપરણો હતો. એ ઉપરણો ગોખલે અતિશય જતનથી રાખતા અને ખાસ પ્રસંગે જ વાપરતા. જોહાનિસબર્ગમાં તેમના માનમાં જે ખાણું આપવામાં આવ્યું હતું તે મેળાવડાનો પ્રસંગ મહત્વનો હતો. દક્ષિણ આફ્રિકામાં આ તેમનું મોટામાં મોટું ભાષણ હતું. તેથી તે પ્રસંગે તેમને પેલો ઉપરણો વાપરવો હતો. તે ચોળાયેલો હતો ને તેને ઈસ્તરી કરવાની જરૂર હતી.ધોબી મેળવી તેની પાસે તુરત ઈસ્તરી કરાવવી એ અસંભવિત હતું. મારી કળાનો ઉપયોગ કરવા દેવાની મેં માગણી કરી.

'તારી વકીલાતનો હું વિશ્વાસ કરું, પણ આ ઉપરણા ઉપર તારી ધોબીકળાનો ઉપયોગ કરવા હું ન દઊ. એ ઉપરણાને તું ડાઘ પાડે તો ? એની કિમત તું જાણે છે ?' આમ કહી અતિ ઉલ્લાસથી પ્રસાદીની કથા મને સંભળાવી.

મેં વિનય કર્યો ને ડાઘ ન પડવા દેવાની ખોળાધરી આપી. મને