પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહીં પણ તેમની ગુલામીની નિશાનીઓ હતી એમ કોઈએ કહ્યું. હું માનતો હતો કે, આવાં નામર્દીનાં આભૂષણ તેઓ સ્વેચ્છાએ પહેરતા હશે. મને ખબર મળી કે, આવા મેળાવડામાં રાજાઓએ પોતાનાં બધાં કીંમતી ઘરેણાં પહેરવાં જ જોઈએ એવી ફરજ હતી. મેં જાણી લીધું કે, કેટલાંકને તો આવાં ઘરેણાં પહેરવાનો તિરસ્કાર હતો, ને આવા દરબારના પ્રસંગ સિવાય બીજી કોઈ વખતે તેઓ એવાં ઘરેણાં પહેરતા નહોતા. આ હકીકત કેટલે અંશે સાચી હતી તે હું નથી જાણતો. તેઓ બીજે પ્રસંગેપહેરતા હો યા ન પહેરતા હો, વાઈસરોયના દરબારમાં શું કે બીજે શું, ઓરતોને જ શોભે એવાં આભૂષણો પહેરીને જવું પડે એ જ પૂરતો દુ:ખદ પ્રસંગ છે. ધન, સત્તા અને માન મનુષ્યની પાસે કેટલાં પાપો ને અનર્થો કરાવે છે!


૧૭. ગોખલે સાથે એક માસ—૧

પહેલે જ દહાડે ગોખલે એ મને હું મહેમાન છું એવું ન ગણવા દીધું. હું તેમનો સગો નાનો ભાઈ હોઉં એમ મને રાખ્યો. મરી હાજતો બધી જાણૅએ લીધી ને તેને અનુકૂળ થવાની તજવીજ કરી લીધી. સારે નસીબે મરી હાજતો થોડી હતી. બધું જાતે કરી લેવાની ટેવ મેં કેળવી હતી, તેથી મારે થોડી જ સેવા લેવી રહેતી. સ્વાવલંબનની મારી આ ટેવની, મારી તે કાળની પોષ્હાક વગેરેની સુઘડતાની, મારા ઉદમની, ને મારી નિયમિતતાની તેમના પર ઊંદી છાપ પડી, ને તેની હું અકળાઉં એટલી સ્તુતિ કરવા લાગ્યા.

તેમને મારાથી છાનું એવું કશું હોય એમ મને ન ભાસ્યું. જે કોઈ મોટા માણસો તેમને મળવા આવતા તેમની મને ઓળખાણ કરાવતા. આવી ઓળખાણોમાં મારી નજર આગળ અત્યારે સૌથી વધારે તરી આવે છે દા. પ્રફુલ્લ ચંદ્રરૉય. તેઓ ગોખલેના મકાનની પાસે જ રહેતા ને લગભગ હંમેશા આવતા એમ કહી શકાય.

'આ પ્રોફેસર રૉય, જેમને દર મસ્ આઠસો રૂપિયા મળે છે, અને જે પોતાના ખર્ચને સારુ રૂ ૪૦ રાખી બાકીના બધા જાહેર કામમાં આપી દે છે. તેઓ પરણ્યા નથી અને પરણવા માગતા નથી.' આવા શબ્દોમાં ગોખલી મને તેમની ઓળખાણ કરાવી.