પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્વોપરિતા બતાવી. રાનડે માત્ર ન્યાયમૂર્તિ નહોતા. તેઓ ઈતિહાસકાર હતા, અર્થશાસ્ત્રી અહ્તા, સુધારક હતા. પોતે સરકારી જડ્જ હોવા છતાં પન મહાસભામાં પ્રેક્ષક તરીકે નીડર પણે હાજરી આપતા. તેમ તેમના ડહાપણ ઉપર બધાને એટલો વિશ્વાસ હતો કે , સહુ તેમના નિર્ણયોનો સ્વીકાર કરતા. આ વરાણ કરતાં ગોખલેના હર્ષનો કંઈ પાર ન રહેતો.

ગોખલે ઘોડાગાડી રાખતા. મેં તેમની પાસે ફરિયાદ કરી. હું તેમની મુશ્કેલી નહોતો સમજી શક્યો. 'તમે કાં બધે ટ્રામમાં ન જઈ શકો? શું એથી નેતા વર્ગની પ્રતિષ્ઠા ઓછી થાય?'

જરા દિલગીર થઈને તેમણે જવાબ આપ્યો: 'તમે પણ મને ન સમજી શક્યા કે? મને વડી ધારા સભામાંથી જે મળે છે તે હું મારે સારુ નથી વાપરતો. તમારી ટ્રામની મુસાફરીની મને અદેખાઈ આવે છે. પણ મારાથી તેમ નથી થઈ શકતું.તમને જ્યારે મારા જેટલા લોકો ઓળખતા થશે ત્યારે તમારે પણ રામમાં ફરવું અસાંભવિત નહીં તો મુશ્કેલ થઈ પડવાનું છે. નેતાઓ જે કંઈ કરે છે તે મોજશોખને સારુ કરે છે એમ માનવાનું કશું કારણ નથી. તમારી સાદાઈ મને પસંદ છે. હું બને તેટલી સાદાઈથી રહું છું. પણ તમે જરૂર માનજો કે કેટલુંક ખર્ચ મારા જેવાને સારુ અનિવાર્ય છે.'

આમ મારી એક ફરિયાદ તો બરોબર રદ થઈ. પણ બીજી ફરિયાદ મારે રજૂ કરવી રહી હતી તેનો સંતોષકારક જવાબ તેઓ ન આપી શક્યા:

'પણ તમે ફરવા પણ પૂરા નથી જતા. એટલે તમે માંદા રહો છો એમાં શી નવાઈ? શું દેશકાર્યમાં વ્યાયામને સારુ પણ નવરાશ ન મળી શકે?' મેં કહ્યું.

'મને ક્યે વખતે તમે નવરો જુઓ છો, જ્યારે હું ફરવા જઊ શકું?' જવાબ મળ્યો.

મારા મનમાં ગેખલેને વોષે એવો આદર હતો કે હું તેમને પ્રત્યુત્તર ન આપતો. ઉપરના જવાબથી મને સંતોષ ન થયો, પણ હું ચૂપ ર્હ્યો. મેં માન્યું ને હજિઉ માનું છું કે, ગમે તેવાં કામ છતાં જેમ આપણે ખાવાનો સમય કાઢીએ છીએ તેમ જ વ્યાયામનો કઢવો જોઈએ. તેથી દેશની સેવા વધારે થાય પન ઓછી નહીં, એવો મારો નમ્ર અભિપ્રાય છે.