પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મને પરવાનો કઢાવી આપો. હું ટ્રાન્સવાલમાં રહ્યો છું એ તો તમે જાણો છો.' તેઓ તરત માથે ટોપી ઘાલી મારી સાથે આવ્યા ને મારો પરવાનો કઢાવી આપ્યો. મારી ટ્રેનને ભાગ્યે જ એક કલક બાકી હશે. મેંસામાન વગેરે તૈયાર રાખ્યું હતું. મિ. અલેક્ઝાંડરનો ઉપકાર માની હું પ્રિટોરિયા જવા ઉપડ્યો.

મુશ્કેલીઓનો ચિતાર મને ઠીક ઠીક આવી ગયો હતો. પ્રિટોરિયા પહોંચ્યો. અરજી ઘડી. ડરબનમાં પ્રતિનિધિઓનાં નામ કોઈને પૂછ્યાનું મને યાદ નથી. અહેં તો નવું ખતું ચાલતું હતું તેથી પ્રતિન્ધિના નામ પહેલેથી પુછાયાં. મતલબ મને દૂર રાખવાની અહ્તી એમ પ્રિટોરિયાના હિંદીઓને ખબર પડી ગઈ હતી.

આ દુઃખ દાયક છતાં રમૂજી કિસ્સો હવે પછી.


૨. એશિયાઈ નવાબશાહી

નવા અમલદારો સમજી ન શક્યા કે હું ટ્રાન્સવાલમાં કેવી રીતે દાખલ થયો. તેમણે તેમની પાસે જત આવતા હિંદીઓને પૂછ્યું, પણ તેઓ બિચારા શું જાણે? અમલદારોએ અનૂમાન કર્યું કે હું મારી આઅએએ ઓળખાણોને લીધે વગર પરવાને દાખલ થયો હોવો જોઈએ. અને એમ હોય તો મને કેદ કરી શકાય.

મોટી લડાઈ પછી હમેંશા થોડો સમય રાજ્યકર્તાઓને વિશેષ સત્તા આપવામાં આવે છે. તેમ દક્ષિણ આફ્રિકામાં પણ બન્યું હતું. ત્યાં શાંતિ જાળવવાનો કાયદો કરવામાં આવ્યો હતો. તેની એક કલમ એ હતી કે જે કોઈ વગર પરવાને ટ્રાન્સવાલમાં દાખલ થાય તેને પકડવામાં આવે ને તેને કેદ મળે આ કલમને આધારે મને પકડવો જોઈએ એમ મસલતો ચાલી. પણ મારી પાસે પરવાનો માગવાની કોઈની હિંમત ચાલી નહીં.

અમલદારોએ ડરબન તાર તો મોકલ્યા જ હતા. અને જ્યારે તેમને ખબર પડી કે હું પરવાનો લઈને દાખલ થયો છું ત્યારે તેઓ નિરાશ થયા. પન એવી નિરાશાથી આ ખાતું હારી બેસે તેમ નહોતું. હું આવ્યોઇ તો ખરો, પણ મિ. ચેમ્બરલેનની પાસે મને ન જવા દેવામાં એઓ જરૂર ફાવે એમ હતું.