પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આ વિચારપ્રવાહને બહારનું ઉત્તેજન મળ્યું. દક્ષિણ આફ્રિકાની પહેલી મુસાફરીમાં હું ખ્રિસ્તી વાતાવરણમાં આવી ધર્મને વિષે જાગ્રત રહ્યો. આ વેળા થિયૉસૉફીના વાતાવરણમાં આવ્યો. મિ. રીચ થિયૉસૉફિસ્ટ હતા. તેમણે મને જોહાનિસબર્ગની સોસાયટીના સંબંધમાં મૂક્યો. તેમાં હું સભ્ય તો ન જ થયો. મારે મતભેદો રહેલા. છતાં લગભગ દરેક થિયૉસૉફિસ્ટના ગાઢ પ્રસંગમાં હું આવ્યો. તેમની સાથે રોજ ધર્મચર્ચા થાય. તેમનાં પુસ્તકો વંચાય, તેમના મંડળમાં મારે બોલવાનું પણ બને. થિયૉસૉફિમાં ભ્રાતૃભાવના કેળવવી અને વધારવી એ મુખ્ય વસ્તુ છે. આ વિષેની ચર્ચા અમે ખૂબ કરતા; ને હું જ્યાં આ માન્યતામાં અને સભ્યોના આચરણમાં ભેદ જોતો ત્યાં ટીકા પણ કરતો. આ ટીકાની અસર મારી પોતાની ઉપર સારી પેઠે થઈ. હું આત્મનિરિક્ષણ કરતો થઈ ગયો.


૫. નિરીક્ષણનું પરિણામ

જ્યારે ૧૮૯૩ની સાલમાં હું ખ્રિસ્તી મિત્રોના નિકટ પ્રસંગમાં આવ્યો ત્યારે હું કેવળ શીખનારની સ્થિતિમાં હતો. ખ્રિસ્તી મિત્રો મને બાઇબલનો સંદેશ સંભળાવવા, સમજાવવા ને મારી પાસે તે સ્વીકારાવવા મથતા હતા. હું નમ્રભાવે, તટસ્થપણે તેમનું શિક્ષણ સાંભળી સમજી રહ્યો હતો. આને અંગે મેં હિંદુ ધર્મનો યથાશક્તિ અભ્યાસ કર્યો ને બીજા ધર્મો સમજવાની પણ કોશિશ કરી. હવે ૧૯૦૩માં જરા સ્થિતિ બદલાઈ. થિયૉસૉફિસ્ટ મિત્રો મને તેમના મંડળમાં ખેંચવા અવશ્ય ઇચ્છતા હતા, પણ તે હિંદુ તરીકે મારી પાસેથી કંઇક મેળવવાના હેતુથી. થિયૉસૉફિનાં પુસ્તકોમાં હિંદુ ધર્મની છાયા ને તેની અસર તો પુષ્કળ છે જ; તેથી આ ભાઇઓએ માન્યું કે હું તેમને મદદ દઈ શકીશ. મેં તેમને સમજાવ્યું કે મારો સંસ્કૃત અભ્યાશ નહીં જેવો ગણાય, મેં તેના પ્રાચીન ધર્મગ્રંથો સંસ્કૃતમાં વાંચ્યા નથી, તરજુમા વાટે પણ મારું વાચન ઓછું. છતાં તેઓ સંસ્કારને અને પુનર્જન્મને માનનારા હોવાથી મારી થોડી ઘણી પણ મદદ તો મળે જ એમ તેમણે માન્યું, ને હું 'નહીં ઝાડ ત્યાં એરંડો પ્રધાન' જેવો થઈ પડ્યો. કોઈની સાથે વિવેકાનંદનો 'રાજયોગ' તો કોઇની સાથે મણિલાલ નભુભાઇનો વાંચવાનું શરૂ કર્યું. એક મિત્રની સાથે મણિલાલ નભુભાઈનો વાંચવાનું શરૂ કર્યું. એક મિત્રની સાથે 'પાતંજલ