પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૭. માટી અને પાણીના પ્રયોગ

મારા જીવનની સાદાઈ વધતી ગઈ તેમ તેમ રોગોને સારુ દવા લેવાનો અણગમો જે મૂળથી હતો તે વધતો ગયો. જ્યારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે દાક્તર પ્રાણજીવન મહેતા મને તેડવા આવેલા. તે વેળા મને નબળાઈ રહેતી અને સોજા પણ કોઈ કોઈ વાર રહેતા. તેને સારુ તેમણે દવા કરી હતી અને તેથી મને આરામ થયેલો. આ પછી દેશમાં પાછો આવ્યોત્યાં લગી મને નોંધ લેવા યોગ્ય વ્યાધિ થયાનું સ્મરણ નથી.

પણ જોહાનિસબર્ગમાં મને કબજીયાત રહેતી અને વખતોવખત માથું દુખવા આવતું. રેચની કંઈ દવા લઈને તબિયત ઠીક ઠીક રાખતો. ખોરાકનું પથ્ય તો હમેશાં હતું જ, પણ તેથી હું તદ્દન વ્યાધિમુક્ત ન થયો. રેચમાંથી પણ છુટાય તો સારું એમ મનને રહ્યા જ કરે.

માંચેસ્ટરમાં 'નો-બ્રેકફાસ્ટ ઍસોસિયેશન' સ્થપાયા વિશે વાંચ્યું. તેમાં દલીલ એ હતી કે અંગ્રેજો ઘણી વાર અને ઘણું ખાય છે, રાતના બાર વાગ્યા લગી ખાધા કરે અને પછી દાક્તરનાં ઘર શોધે. આ ઉપાધિમાંથી છૂટવું હોય તો સવારનું ખાણું-'બ્રેકફાસ્ટ'- છોડી દે. આ દલીલ મને તો જોકે પૂરેપૂરી લાગુ નહોતી પડતી, છતાં તેનો અંશ લાગુ પડતો હતો એમ મને લાગ્યું. હું ત્રણ વખત પેટ ભરીને જમતો ને બપોરની ચા પણ પીતો. હું કદી અલ્પાહારી નહોતો. નિરામિષાહારમાં અને મસાલા વિના જે જે સ્વાદો કરી શકાય તે કરતો. છસાત વાગ્યા પહેલાં ભાગ્યે ઊઠતો. આ ઉપરથી મને લાગ્યું કે, હું પણ જો સવારનું ખાણું છોડું તો માથાના દરદમાંથી અવશ્ય મુક્ત થાઉં. મેં સવારનું ખાણું છોડ્યું. થોડા દહાડા વસમું તો લાગ્યું, પણ માથાનું દરદ તો ગયું જ. એ ઉપરથી મેં ધાર્યું કે મારો ખોરાક હાજત કરતાં વધારે હતો.

પણ કબજિયાતની ફરિયાદ આ ફેરફારથી ન મટી. ક્યુનીના કટિસ્નાનના ઉપચાર કર્યા તેથી થોડો આરામ થયો, પણ જોઈતો ફેરફાર તો ન જ થયો. દરમિયાન પેલા જર્મન વીશીવાળાએ કે કોઈ બીજા મિત્રે મારા હાથમાં જુસ્ટનું 'રિટર્ન ટુ નેચર' ('કુદરત તરફ વળો') નામનું પુસ્તક મૂક્યું. તેમાં મેં માટીના ઉપચાર વિશે વાંચ્યું. સૂકાં અને લીલાં ફળ જ