પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાત્રિએ તો કોઈ દરદી અમે ન ગુમાવ્યો.

પણ આ પ્રસંગ એટલો કરુણા જનક છે તેટાલો રસિક ને મારી દ્રષ્ટિએ ધાર્મિક છે. તેને સારુ હજુ બીજાં બે પ્રકરણો જોઈશે જ.


૧૬. મરકી—૨

પ્રમાણે મકાનનો ને માંદાઓનો કબજો લીધાને સારુ ટાઉનક્લાર્કે મારો ઉપકાર માન્યો ને પ્રમાણિક પણે કબૂલ કર્યું : ' અમારી પાસે આવી સ્થિતિને અમારી મેળે એકાએક પહોંચી વળવાનું સાધન નથી. તમને જે મદદ જોઈશે તે માગજો ને બની શકશે તે ટાઉન કાઉન્સીલ આપશે.' પણ ઘટત્તા ઈલાજો લેવામાં સાવધાન થયેલી આ મુઇનિસિપાલિટીએ સ્થિતિને પહોંચી વળવા વિલંબ ન કર્યો.

બીજે દિવસે એક ખાલી પડેલ ગોદામનો કબજો અમને આપ્યો, ને ત્યાં દરદીઓને લઈ જવા સૂચવ્યું. તે સાફ કરવાનો બોકો મ્યુનિસિપાલિટીએ ન ઉપાડ્યો. મકાન મેલું ને ગોજું હતું. અમે જાતે જ તેને સાફ કર્યું. ખાટલા વગેરે સખી દિલના હિંદીઓની મદદથી એકઠા કર્યા ને તાત્કાલિક કામચલાઉ ઈસ્પિતાલ ઊભી કરી. મ્યુનિસિપાલિટીએ એક નર્સ મોકલી ને તેની સાથે બ્રૅન્ડીની બાટલી ને બીજી દરદીઓને જોઈતી વસ્તુઓ મોકલી. દાક્તર ગૉડફ્રેનો ચાર્જ કાયમ રહ્યો.

નર્સને અમે ભાગ્યે જ દર્દીઓને અડકવા દેતા હતા. નર્સ પોતે અડકવાને તૈયર હતી. સ્વભાવે ભલી બાઈ હતી, પણ તેને જોખમમાં ન આવવા દેવાનો અમારો પ્રયત્ન હતો.

દર્દીઓને વખતોવખત બ્રૅન્ડી આપવાની સૂચના હતી. અમને પણ ચેપમાંથી બચવાને સારુ નર્સ થોડી બ્રૅન્ડી લેવા સૂચવતી ને પોતે પણ લેતી. અમારામાંથી કોઈ બ્રૅન્ડી લે તેમ નહોતું. મને તો દર્દીઓને પણ બ્રૅન્ડી આપવામાં શ્રદ્ધા નહોતી. દાકતર ગૉડફ્રેની પરવાનગીથી ત્રણ દર્દીઓ જે બ્રૅન્ડી વિના અલાવવા તૈયાર્ અહતા ને માટેના પ્રયોગો કરવા દેવાને તૈયાર હતા તેમને માથે ને છાતીએ જ્યાં દુઃખ થતું ત્યાં મેં માટી મૂકવાનો પ્રયોગ કર્યો. આ ત્રણ દર્દીમાંથી બે બચ્યા. બાકીના બધા દર્દીઓનો દેહાંત થયો.વીસ દર્દીઓ તો આ ગોદામમાંથી જ ચાલ્યા ગયા.