પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મ્યુનિસિપાલિટીની બીજી તૈયરીઓ ચાલી રહી હતી. જોહનિસબર્ગથી સાત માઈલ એક લેઝેરેટો એટલે ચેપી દર્દેઓને ઈસ્પિતાલ હતી ત્યાં તંબૂ ખડા કરી આત્રણ દર્દીઓને લઈ ગયા. બીજા મરકીના કેસ થાય તો તેને પણ ત્યાં લઈ જવાની ગોઠવણ કરી. અમે આ કામમાંથી મુક્ત થયા. થોડા જ દિવસમાં અમરા જાણવામાં આવ્યું કે પેલી ભલી નર્સને મરકી થઈ આવી હતી ને તેનો દેહાંત થયો. પેલા દર્દીનું બચવું ને અમારું મુક્ત રહેવું શા કારણથી થયું તે કોઈ નહીં કહી શકે. પણ માટીના ઉપચાર ઉપરની મારી શ્રદ્ધા અને દવા તરીકે પણ દારૂના ઉપયોગ વિષે મારીઅશ્રદ્ધા વધ્યા.હું જાણું છું કે આ શ્રદ્ધા અને અશ્રદ્ધા બંને પાયા વિનાનાં ગણાય. પણ મરા ઉપર તે વેળાએ પડેલી અને હજી સુધી ચાલતી આવતી છાપને હું ધોઈ શકતો નથી, ને તેથી તેની આ પ્રસંગે નોંધ આવશ્યક ગણું છું.

આ મરકી ફાટી નીકળી કે તુરત મેં છાપામાં, મ્યુનિસિપાલિટીની લોકેશન પોતાને હાથે આવ્યા પછી વધેલી બેદરકારીને સારુ ને મરકીને સારુ જવાબદરી મ્યુનિસિપાલિટીની છે એવો સખત કગળ લખ્યો હતો. તે કાગલે મને મિ. હેનરી પોલાક મેળવી આપ્યા ને તે કાગળ મરહૂમ જોસેફ ડોકની મુલાકાતનું એક કારણ થઈ પડ્યો હતો.

આગળ પ્રકરણોમાં હું સૂચવી ગયો છું કે હું જમવા એક નિરામિષ ભોજન ગૃહમાં જતો. ત્યં મને મિ. અલબર્ટ વેસ્ટની ઓળખાણ થયેલી. અમે હંમેશા સાંજે આ ગૃહમાં ભેળા થતા ને ખાઈને સાથે ફરવા જતા. વેસ્ટ એક નાના છાપખાનામાં ભાગીદાર હતા. તેમણે છાપામાં મરકીને વિષે મારો કગળ જોયો ને મને જમવા વખતે વીશીમાં ન જોયો તેથી તે ગભરાયા.

મેં ને મારા સાથી સેવકોએ મરકી દરમ્યાન ખોરાક ઓછો કર્યો હતો. ઘણો વખત થયાં મારો પોતાનો નિયમ હતો કે, મરકીના વાયરા હોઇય ત્યારે પેટમાં જેમ ઓછોભાર તેમ સારું. એટલે મેં સાંજે ખાવાનું બંધ કર્યું હતું. અને બપોરે બીજા જમનારાઓને જોઈ પણ જાતના ભયથી દૂર રાખવા ખાતર કોઈ ન આવ્યા હોય ત્વે વખતે જઈ જમી આવતો. ભોજન ગ્રહના માલિકની સાથે તો મને ગાઢ પરિચય હતો. તેને