પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં એક વાત અક્રી મૂકી હતી કે, હું મરકીન દરદેઓની સેવા કરતો હોવાથી બીજાઓનો સ્પર્શ ઓછામાં ઓછો રાખવા માગું છું.

આમ મને વીશીમાં ન ભાળવાથી બીજે કે ત્રીજે દિવસે સવારન પહોરમાં, હજુ હું બહાર નીકળવાની તૈયારી કરતો હતોત્યાં, વેસ્ટે મારી કોટડીનું બારણું ખખડાવ્યું. બારણું ઉઘાડ્યું તેવા જ વેસ્ટા બોલ્યા:

'તમને વીશીમાં ન જોયા તેથી હું ગભરાયો કે રખેને કંઈ તમને તો નહીં જ થયું હોય? એટલે અત્યારે તો તમે મળશો જ એમ સમજી આવ્યો છું. મારાથી કંઈ મદદ થઈ શકે એમ હોય તો કહેજો. હું દર્દીઓની સરવારને સારુ પણ તૈયાર છું. તમે જાણો છો કે મારી ઉપર મારું પોતાનું પેટ ભરવા ઉપરાંત કશી જવાબદારી નથી.

મેં વેસ્ટનો આભાર માન્યો. એક મિનિટ પણ વિચાર કરવા લીધી હોય એવું મને યાદ નથી. હું બોલ્યો:

'તમને નર્સ તરીકે તો હું ન જ લઉં. જો બીજા દર્દીઓ નહીં નીકળે તો અમારું કામ એકબે દિવસમાં જ પૂરું થશે. પણ એક કામ છેખરું.'

'એ શું?'

'તમે ડરબન જઈ 'ઈંડિયન ઓપીનિયન' પ્રેસનો વહીવટ હાથ ધરશો? મદનજિત તો હાલ અહીં કામમાં રોકાયા છે. ત્યાં કોઈને જવાની તો જરૂર છે જ. તમે જાઓ તો મારી તે તરફની ચિંતા તદ્દન હળવી થઈ જાય.'

વેસ્ટે જવાબ દીધો:

'મારી પાસે છાપખાનું છે તે તો તમે જાણો છો. ઘણે ભાગે તો હું જવા તૈયર થઈશ. છેવટાનો જવાબ આજે સાંજે આપું તો બસ થશે ના? ફરવા નીકળી શકો ત્યાઅરે વાત કરીએ.'

હું રાજી થયો. તે જ દિવસે સાંજે થોડે વાતચીત કરી. વેસ્ટને દર માસે દસ પાઉંડનો પગાર ને છાપખાનામાં કંઈ નફો રહે તો તેમાંથી અમુક ભગ આપવાનું ઠરાવ્યું. વેસ્ટ પગારને ખાતર જવાના નહોતા, એટલે તેનો સવાલ તેમની આગળ નહોતો. બીજે જ દિવસે રાતની મેલમાં વેસ્ટ પોતાની ઉઘરાણી મને સોંપી ડરબન જવા રવાન થયા. ત્યારથી તે મેં દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યાં લગી તે મારા સુખદુઃખના સાથી રહ્યાં. વિલાયતના એક પ્રગણાના ગામ લાઉથના એક ખેડૂત કુટુંબના, નિશાળની સામાન્ય