પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજી થયો. દાક્તર અમલદારે અમને વધાવી લીધા. તેણે કહ્યું, 'ગોરા કોઈ આ ખમીઓની સારવાર કરવા તૈયાર નથી થતા. હું એકલો કોને પહોંચું? તેમના જખમ સડે છે. હવે તમે આવ્યા એ તો હું આ નિર્દોષ લોકો ઉપર ઈશ્વરની કૃપા જ થઇ સમજુ છું.' આમ કહી મને પાટા, જંતુનાશક પાણી વગેરે આપ્યું ને પેલા દરદીઓની પાસે લઇ ગયો. દરદીઓ અમને કોઈને ખુશ થઇ ગયા. ગોરા સિપાહીઓ જાળિયામાંથી ડોકિયા કરી અમને જખમો સાફ કરતા રોકવાનો પ્રયત્ન કરે, અમે ના માનીએ એટલે ચિડાય, અને ઝૂલુઓને વિશે જે ભૂંડા શબ્દો બોલે તેથી તો કાનના કીડા ખરે.

ધીમે ધીમે આ સિપાહીઓ સાથે પણ મારો પરિચય થયો ને મને રોકતા બંધ પડ્યા. આ લશ્કરમાં સને ૧૮૯૬માં મારો સખત વિરોધ કરનાર કર્નલ સ્પાકર્સ અને કર્નલ વાયલી હતાં. તેઓ મારા પગલાથી આશ્ચર્યચકિત થયા. મને ખાસ બોલાવીને મારો ઉપકાર માન્યો. મને જનરલ મેકેન્ઝીની પાસે પણ લઇ ગયા ને તેની ઓળખાણ કરાવી.

આમાંના કોઈ ધંધે સિપાહી હતાં એમ વાંચનાર ણ મને. કર્નલ વાયલી ધંધે જાણીતા વકીલ હતાં. કર્નલ સ્પાકર્સ કતલખાનાંના જાણીતા માલેક હતાં. જનરલ મેકેન્ઝી નાતાલના જાણીતા ખેડૂત હતાં.આ બધા સ્વયંસેવક હતા, ને સ્વયંસેવક તરીકે તેમણે લશ્કરી તાલીમ અને અનુભવ મેળવ્યાં હતાં.

જે દરદીઓની સારવારનું કામ અમને સોંપવામાં આવ્યું હતું તેમણે લડાઈમાં જખમી થયેલા કોઈ ન માને. આમાંનો એક ભાવ શકથી પકડાયેલા કેદીઓનો હતો. તેમને જનરલે ચાબખા ખાવાની સજા કરી હતી. આ ચાબખાથી પડેલા ઘા સારવારને અભાવે પાકી ઉઠ્યા હતાં. બીજો ભાગ જેઓ ઝૂલુ મિત્રો ગણાતા તેમનો હતો. આ મિત્રોને તેમણે મિત્રતા દર્શાવનારા નિશાન પહેર્યા હતાં તોપણ ભૂલથી સિપાહીઓએ ઘાયલ કર્યા હતાં.

આ ઉપરાંત માને પોતાને ગોરા સિપાહીઓને સારુ પણ દવા મેળવવાનું ને તમને દવા આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. દાક્તર બૂથની નાનકડી ઈસ્પિતાલમાં આ કામની મેં એક વર્ષ તાલીમ લીધી હતી તેથી