પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારે સારુ એ સહેલું કામ હતું. આ કામે માને ઘણા ગોરાઓનો સારો પરિચય કરાવ્યો.

પણ લડાઈમાં રોકાયેલું લશ્કર કંઈ એક સ્થળે બેસી ન રહે. જ્યાંથી ભયના સમાચાર આવે ત્યાં દોડી જાય. ઘણા તો ઘોડેસવાર જ હતા. અમારી છાવણી મથકેથી ઊપડી, ને અમારે તેની પાછળ અમારી ડોળીઓ ખાંધે ઉપાડી ચાલવાનું રહ્યું હતું. બેત્રણ પ્રસંગે તો એકે દિવસે ચાળીસ માઈલની કૂચ કરવાનો વારો આવ્યો હતો. અહી પણ અમને કેવળ પ્રભુનું જ કામ મળ્યું. ઝૂલુ મિત્રો ભૂલથી ઘવાયેલા તેમણે ડોળીઓમાં ઊંચકી જઈ છાવણીમાં પહોચાડવાના હતાં ને ત્યાં તેમની સારવાર કરવાની હતી.


૨૫. હૃદયમંથન

'ઝૂલુબંડ' માં મને ઘણા અનુભવો થયા ને બહુ વિચારો કરવાનું મળ્યું. બોઅર યુદ્ધમાં લડાઈની ભયંકરતા મને એટલી નહોતી લાગી જેટલી અહીં લાગી. અહીં લડાઈ નહીં પણ મનુષ્યનો શિકાર હતો એમ, મને જ નહીં પણ , કેટલાક અંગ્રેજો જેમની સાથે વાતો થતી હતી તેમને પણ લાગેલું. સવરના પહોરમાંલશક્ર જઈને ગામડામાં ફટાકાઅ ફોડતું હોય તેમ તેમની બંદૂકોના અવાજો અમને દૂર રહેલાને આવતા. આ અવાજો સાંભળવા ને આમાં રહેવું મને બહુ વસમું લાગ્યું. પણ હું કડવો ઘૂંટ કરી પી ગયો અને મારેહથે જે કામ આવ્યું એ તો કેવળ ઝૂલુ લોકોની સેવાની નું જ આવ્યું. અમે જો ન જોડાય હોત તો બીજા કોઈ આ સેવા ન અક્રત એ તો હું જોઈ શક્યો. આથી મેં મારા અંતરાત્માને શાંત કર્યો.

અહીં વસ્તી બહુ ઓછી હતી. પહાડો અને ખીણમાં ભલા, સાદા અને જંગલી ગણાતા ઝૂલુ લોકોના કૂબાઓ સિવાય બીજું કમી નહોતું. તેથી દ્રશ્ય ભવ્ય લાગતું હતું. માઈલો ના માઈલો લગી વસ્તી વિનાના પ્રદેશમાં અમે કોઈ ઘાયલને લઈને કે એમ જ ચાલ્યા જતા હોઈએ ત્યારે હું વિચારમાં પડી જતો.

અહીં મારા બ્રહ્મચર્ય વિષેના વિચારો પરિપક્વ થયા. મારા સાથીઓના જોડે પણ મેં તેની કેટલીક ચર્ચા કરી. ઈશ્વરદર્શન સારુ બ્રહ્મચર્ય અનિવાર્ય