પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વસ્તુ છે એ તો મને હજુ પ્રત્યક્ષ નહોતુ થયું, પણ સેવાને અર્થે આવશ્યક છે એમ હું સ્પષ્ટ જોઈ શક્યો. મને લાગ્યું કે, આવા પ્રકારની સેવા તો મરે ભાગે વધારે ને વધારે આવશે, અને જો હું ભોગવિલાસમાં , પ્રજોત્પતિમાં, સંતતિઉછેરમં રોકાઉં તો મારાથી સંપૂર્ણ સેવા નહીં થઈ શકે; મારાથી બે ઘોડે નહીં ચડાય. જો પત્ની સગર્ભા હોતતો હું નિશ્ચિંત મને આ સેવામાં ન જ ઝંપલાવી શકત. બ્રહ્મચર્યના પાલન વિના કુટુંબવૃદ્ધિ એ સમાજના અભ્યુદય માટેના મનુષ્યના પ્રયત્નની વિરોધી વસ્તુ થઈ પડે. વિવાહિત હોવા છતાં બ્રહ્મચર્યનું પાલન કરાય તો કુટુંબસેવા સમાજસેવાની વિરોધી ન થાય. આવા વિચારોના વમળમાં પડી ગયો ને વ્રત લઈ લેવા કંઈક અધીરો પણ બન્યો. આ વિચારોથી મને એક પ્રકારનો આનંદ આવ્યો ને મારો ઉત્સાહ વધ્યો. કલ્પનાએ સેવાનું ક્ષેત્ર બહુ વિશાળ કરી મૂક્યું.

આ વિચારો મનમાં ઘડી રહ્યો હતો ને શરીરને કસી રહ્યો હતો તેવામાં, બંડ શમી જવા આવ્યું છે ને અમને રજા મળશે એવી અફવા કોઈ લાવ્યું. બીજે દિવસે તો અમને ઘેર જવાની રજ મળી ને ત્યાર બાદ થોડા જ દિવસમાં બધા પોતપોતાને ઘેર પહોંચ્યા. આ પછી થોડા સ્મયમાં ગવર્નરે ઉપલી સેવાને સારુ મારા ઉપર આભર પ્રદર્શનનો કાગળ મોકલ્યો.

ફિનિક્સમાં પહોંચી મેં તો બ્રહ્મચર્યની વત બહુ રસપૂર્વક છગનલાલ, મગનલાલ, વેસ્ટ ઈત્યાદિ આગળ કરી. બધાને તે વાત ગમી. બધાએ તેની આવશ્યકતાનો સ્વીકાર કર્યો. બધાને પાલન મહમુશ્કેલ પણ લાગી. કેટલાકે પ્રયત્ન કરવાની હિંમત પણ કરી, ને કેટલાક તેમાં સફળ થયા એવી મારી માન્યતા છે.

મેં વ્રત લઈ લીધું કે હવે પછે જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરવું. આ વ્રતનું મહત્ત્વ અને તેની મુશ્કેલી હું તે વેળા સંપૂર્ણતાએ નહોતો સમજી શક્યો. તેની મુશ્કેલીનો અનુભવ આજ લગી કર્યા કરું છું. તેનું મહત્ત્વ દિવસે દિવસે વધારે ને વધારે જોઉં છું. તેના વિનાનું જીવન મને શુષ્ક અને જાનવર ના જેવું લાગે છે. જાનવર સ્વભાવે નિરંકુશ છે. મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ અંકુશીત બનાવવામાં આવે છે તેમામ્ પૂર્વે અતિશયોક્તિ લાગતી