પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારાથી તેને સેરવો ન અપાય તો મારા ઘરમાં એક રાત રાખવાનું પણ જોખમ હું નહીં લઉં'

ઝરમર ઝરમર મેહ વરસતો અહ્તો. સ્ટેશન દૂર હતું. ડરબનથી ફિનોક્સ રેલરસ્તો ને ફોનોક્સથી લગભગ અઢી માઈલનો પગરસ્તો હતો. જોખમ સારી પેઠે હતું. પણ ઈશ્વર સહાય થશે એમ મેં માની લીધું. મેં ફિનિક્સ એક માણસ આગળથી મોકલ્યો. ફિનિક્સ્માં અમારી પાસે'હૅમક' હતું 'હૅમક' તે જાળી વાળા કપડાની ઝોળી અથવા પારણું. તેના છેડા વાંસ ઉપર બંધાય એટલે દરદી તેમાં આરામથી ઝૂલતું રહી શકે. એ હૅમક, એક બાટલી ગરમ દૂધની એક બાટલી ગરમ પાણીની તથા છ માણસો લઈને ફિનિક્સ સ્ટેશન ઉપર આવવા વેસ્ટને કહેવડાવ્યું.

બીજી ટ્રેન ઉપડવાનો સમય થયો ત્યારે મેં રિક્ષા મંગાવી. ને તેમાં આ ભયંકર સ્થિતીમાં પત્નીને લઈ હું ચાલતો થયો.

પત્નીને મારે હિંમત આપવાપણું નહોતું. ઊમટું તેણે મને હિઁઅત આપીને કહ્યું, 'મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરજો.'

આ હાડપિંજરમાં વજન તો રહ્યું જ નહોતું. ખોરાક કંઈ ખવાતો નહોતો. ટ્રેનના ડબ્બા સુધી સ્ટેશનના સ્ટેશનના વિશાળ પ્લૅટફૉર્મ ઉપર લાંબે સુધી ચાલીને જવાનું હતું. ત્યં રિક્ષા જઈ શકે તેમ નહોતું. હું તેને તેડીને ડબ્બા લગી લઈ ગયો. ફિનિક્સ તો પેલી ઝોળી આવેલી. તેમાં અમે આરામથી દરદીને લઈ ગયા. ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું.

ફિનિક્સમાં પહોંચ્યા પછી બે ત્રણ દહાડામાં એક સ્વામી પધાર્યા. તેમણે અમારી 'હઠ'ની વાત સાંભલી દયા ખાધી ને અમને બન્નેને સમ્જાવા આવ્યા. મને યાદ છે તે પ્રમાણે, મણિલાલ અને રામદાસ પણ જ્યારે સ્વામી આવ્યા ત્યારે હાજર હતા. સ્વામીજી એ માંસાહારની નિર્દોષતા ઉપર વ્યાખ્યાન ચલાવ્યું. મનુસ્મૃતિના શ્લોકો ટાંક્યા. પત્નીના દેખતા આ સંવાદ ચલવ્યો એ મને ન ગમ્યું. પન વિનયને ખાતા મેં સંવાદ ચાલવા દીધો. મારે મંસાહરના ટેકામાં મનુસ્મૃતિનું પ્રમાણ નહોતું જોઈતું. તેના શ્લોકોની મને ખબર હતી. તેને ્રક્ષિપ્ત ગણનારો પક્ષ છે તેમ હું જાણતો હતો. પણ તે પ્રક્ષિપ્ત ન હોય તો પણ અન્નાહાર