પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વધારે સંયમ પણ હોય,

મદીરામાં અમને, મહાયુદ્ધ ફાટી નીકળવાની ઘડીઓ જાય છે, એવા સમાચાર મળ્યા. ઈંગ્લંડની ખાડીમાં પહોંચતાં લડાઈ ફાટી નીકળવાના સમાચાર મળ્યા, ને અમને રોકવામાં આવ્યા.ઠેકાણે ઠેકાણે પાણીમાં ગુપ્ત ખાણો કરવામાં આવી હતી. તેમાંથી અમને લઈને સાઉધેમ્પ્ટન પહોંચાડતાં એક કે બે દિવસની ઢીલ થઈ. લડાઈ ચોથી ઑગસ્ટે જાહેર થઈ. અમે છઠ્ઠીએ વિલાયત પહોંચ્યાં.

૩૮. લડાઈમાં ભાગ

વિલાયત પહોંચ્યા તો ખબર પડ્યા કે ગોખલે તો પારીસમાં રહી ગયા છે, પારીસ સાથેનો આવજાનો સંબંધ બમ્ધ થઈ ગયો છે, ને તે ક્યારે આવશે એ ન કહી શકાય. ગોખલે તબિયતને અંગે રાન્સ ગયા હતા ત્યાં લડાઈને લીધે સપડાઈ ગયા. તેમને મળ્યા વિના દેશ જવું નહોતું. તે ક્યારે આવી શકશે એ કોઈ કહી શકે તેમ નહોતું.

દરમ્યાન શું કરવું? લડઈને વિષે મારો ધર્મ શો હતો? મારા જેલી સાથી અને સત્યાગ્રહી સોરાબજી અડાજણિયા વિલાયતમાં જ બારિસ્ટરીનો અભાસ કરતા હતા. સારામાં સારા સત્યાગ્રહી તરીકે સોરાબજીને ઈંગ્લંડમાં બારિસ્ટરીની તાલીમ લેવાને સારુ ને પછી દક્ષિણ આફ્રિકામાં આવી મારી જગ્યા લેવાના હેતુથી મોકલવામાં આવ્યા હતા. તેમનું ખર્ચ દાક્તર પ્રાણજીવનદાસ મહેતા આપતા હતા. તેમની સાથે ને તેમની મારફતે દાક્તર જીવરાજ મહેતા ઈત્યાદિ જેઓ વિલાયતમાં અભ્યાસ કરતા હતા તેમની સાથે મસલત કરી. વિલાયતમાં રહેનાર હિંદીઓની એક સભા બોલાવી ને તેમની પાસે મારા વિચારો મેં મૂક્યા. મને લાગ્યું કે વિલાયતમાં વસતા હિંદીઓએ લડાઈમાં પોતાનો ફાળો ભરવો જોઈએ. અંગ્રેજ વિદ્યાર્થીઓએ લદાઈમાં સેવા કરવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો હતો. હિંદીઓ તેથી ઓછું ન કરી શકે. આ દલીલોની સામે આ સભામાં પુષ્કળ દલીલો થઈ. આપણી અને અંગ્રેજોની શ્તિતી વચ્ચે હાથીઘોડાનો તફાવત છે. એક ગુલામ અને બીજા સરદાર. એવી સ્થિતિમાં ગુલામ સરદરની ભીડમાં સ્વેચ્છએ કેમ મદદ કરી શકે? ગુલામીમાંથી