પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જોડાયા. છ અઠવાડીયા પછી પરીક્ષા લેવાઈ તેમાં એક જ જણ નાપાસ થયો. જેઓ પાસ થયા તેમને સારુ હવે સરકાર તરફથી કવાયત વગેરે દેવાનો પ્રબંધ થયો. કર્નલ બેકરના હાથમાં આ કવાયત દેવાનું મૂકવામાં આવ્યું ને તેમને આ ટુકડીના સરદાર નીમવામાં આવ્યા.

આ વખતનો વિલાયતનો દેખાવ જોવા લાયક હતો. લોકો ગભરાતા નહોતા પણ બધા લડાઈમાં યથા શક્તિ મદદ કરવામાં રોકાઈ ગયા હતા. શક્તિવાળા જુવાનિય તો લડાઈની તાલિમ લેવા મંડી ગયા. પણ અશક્ત બુઢ્ઢા સ્ત્રીઓ વગેરે શું કરે? તેમને સારુ પણ ઈચ્છે તો કામ હોય જ. તેઓ લડાઈમાં ઘવાયેલાઓને સારુ કપડાં વગેરે સેવવાવેતરવામાં રોકાયાં. ત્યાં સ્ત્રીઓની લઈસિયમ નામે ક્લબ છે તેનાં સભ્યોએ લડઈખાતાંને જોઈતાં કપડાં માંથી જેટલા બનાવી શકાય તેટાલાં બનાવવાનો બોજો ઉપાડ્યો.સરોજિની દેવી તેના સભ્ય હતાં. તેમણે આમાં પૂરો ભાગ લીધો. મારી તેમની સથેની ઓળખાણ તો આ પહેલી જ હતી. તેમણે વેતરેલાં કાડાંનો મારી પાસે ઢગલો કર્યો, ને જેટલાં સીવીસિવડાવી શકય તેટલાં સીવીસિવડાવી તેમને હવાલે કરવાનિં કહ્યું. મેં તેમની ઈચ્છાને વધાવી લીધીને જખમીઓને સેવાની તાલીમ દરમ્યાન જેટલાં કપડાને પહોંચી શકાય તેટલં તૈયાર કરાવી આપ્યાં.


૩૯. ધર્મનો કોયડો

યુદ્ધના કામ કરવાને સારુ અમે કેટલાક એકઠા થઈને સરકારને અમારાં નામો મોકલ્યાં, એ ખબર દક્ષિણ આફ્રિકા પહોંચી કે તુરત મારી ઉપર ત્યાંથી બે તારો આવ્યા. તેમાં એક પોલાકનો હતો. તેમાં પૂછયું હતું: 'આ તમારું કાર્ય તમારા અહિંસાના સિદ્ધાંતથી વિરુદ્ધ નથી?'

આવા તારની મને કઈંક આશા હતી જ. કેમ કે આ વિષય મેં 'હિંદ સ્વરાજ'માં ચર્ચ્યો હતો, અને દક્ષિણ આફ્રિકામાં મિત્રોની સાથે તો એની ચર્ચા નિરંતર થયાં જ કરતી. યુદ્ધની અનીતિ અમે સહુ સ્વીકારતા. મારી ઉપર હુમલો કરનારની ઉપર કામ ચલાવવા હું તૈયાર નહોતો, તો બે રાજ્યો વચ્ચે લડાઇ ચાલતી હોય, તેમાં ગુણદોષની મને ખબર ન હોય, તેમાં મારાથી કેમ ભાગ લઈ શકાય? જોકે બોઅર યુદ્ધમાં મેં