પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુંબઈમાં માન મેળવતાં જ મારે એક નાનકડો સત્યાગ્રહ તો કરવો પડ્યો હતો. મિ. પિટીટને ત્યાં મારે સારુ મેળાવડો કરવામાં આવ્યો હતો. તેમાં તો મારી હિઁઅત ગુજરાતીમાં જવાબ દેવાની ન ચાલી. એ મહેલમાં અને આંખને અંજાવે એવા દબદબામાં ગિરમીટિયાઓના સહવાસમાં રહેલો હું મને ગામડિયા જેવો લાગ્યો. આજના મારા પોશાક કરતામ્ તે વખતે પહેરેલું અંગરખું, ફેંટો વગેરે પ્રમાણમં સુધરેલો પોશાક કહેવાય, છતાં હું એ અલંકૃત સમાજમાં નોખો તરી આવતો હતો. પણ જેમ તેમ ત્યાં તો મારું કામ મેં નભાવ્યું ને ફિરોજશા મહેતાની કૂખમાં મેં આશ્રય લીધો.

ગુજરાતી મેળાવડો તો હતો જ. સ્વ ઉત્તમલલ ત્રિવેદીએ આ ગોઠવ્યો હતો. આ મેળાવડા વિષે મેં કેટલીક હકીકત જાણી લીધી હતી. મિ. ઝીણા પણ ગુજરાતી એટલે તેઓ તેમાં હાજર હતા. તે પ્રમુખ હતા કે મુખ્ય બોલનાર એ તો હું ભૂલી ગયો છું. પ્ણ તેમણે પોતાનું ટૂંકુ ને મીઠું ભાષણ અંગ્રેજીમાં કર્યું. બીજા ભાષણોપણ ઘણે ભાગે અંગ્રેજીમાં જ થયાં એવું મને ઝાંખુ સ્મરણ છે. જ્યારે મારો બોલવાનો વારો આવ્યો ત્યારે મેં ઉત્તર્ ગુજરાતીમાં વાળ્યો, ને ગુજરાતીનો તથા હિંદુસ્તાનીનો મારો પક્ષપાત મેં થોડાંજ શબ્દોમાં જાહેર કરી, ગુજરાતીઓની સભામાં અંગ્રેજીના ઉપયોગની સમેનો મરો નમ્ર વિરોધ નોંધાવ્યો. મારા મનમાં આમ કરવા વિષે સંકોચ તો હતો જ. લાંબી મુદ્દતની ગેરહાજરી પછી પરદેશથી વળેલો બિનાનુભવી માણસ ચાલતા પ્રવાહની સામે જાય એમાં અવિવિક તો નહીં હોય એવું મને લાગ્યા કરતું હતું. પન ગુજરાતીમાં ઉત્તર વાલવાની મેં હિમત કરી તેઓ અર્થ કોઈએ અનર્થ ન કર્યો ને સૌ એ મારો વિરોધ સાંખી લીધો એ જોઈ હું રાજી થયો, ને મારા નવા લાગત બીજા વિચારો પ્રજા આગળ મૂકવામાં મને અડચણ નહીં આવે એવો સાર પણ મેં આ સબામાંથી ખેંચ્યો.

આમ મુંબઈ માં બેક દિવસ રહી આરંભિક અનુભવો લઈ હું ગોખલેને આજ્ઞાથી પૂના ગયો.