પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાથે મળી જવાનો સ્વભાવ હતો. 'પણ મારા સભ્યો હજી તમારા એ નભાવી લેવાના સ્વભાવને ઓળખતા નથી થયા. તેઓ પોતાન આદર્શને વળગી રહેનારા, સ્વતંત્ર ને મક્કમ વિચારના છે. હું ઉમેદ તો રાખું જ છું કે તેઓ તમને કબૂલ કરશે. પણ કબૂલ ન કરે તો તમે એમતો નહીં જ માનો કે તેમને તમારા પ્રત્યે ઓછો આદર કે પ્રમ છે. એ પ્રેમ અખંડિત રહે તે ખાતર જ તેઓ કશું જોખમ લેતા ડરે છે. પણ તમે સોસાયટીના કાયદેસર સભ્ય થાઓ કે ન થાઓ, હું તો તમને સભ્ય તરીકે જ ગણવાનો છું.'

મેં મારી ધારણા તેમને જણાવી અહ્તી. સોસાયટીનો સભ્ય બનું કે ન બનું, તો પણ મારે એક આશ્રમ કાઢીને તેમાં ફિનિક્સના સાથીઓને રાખીને બેસી જવું હતું. ગુજરાતી હોઈ ગુજરાતની મારફતે સેવા કરવાની મારી પાસે વધારે મૂડી હોવી જોઈએ., એ માન્યતાથે ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું એવી મારી ઈચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો અહ્તો, તેથી તેમણે કહ્યું:

'તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ મારે તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારું જ આશ્રમ ગણવાનો છું.' આરું હ્રદય ફુલાયું. પૈસા ઉઘરવવાના ધંધામાંથી મને મુક્તિ મળી માની હું તો બહુ રાજી થયો, ને હવે મારે મારી જવાબદારીએ નહીં ચલાવું પડે, પણ દરેક મૂંઝવણમાં મને રાહદાર હશે એ વિશ્વાસથી મારી ઉઅપ્રથી મોટો ભાર ઊતર્યો એમ લાગ્યું.

ગોખલે એ સ્વ૦ દાક્તર દવેને બોલાવીને કહી દીધું:' ગાંધીનું ખાતું આપના ચોપડામાં પાડજો, ને તેમને તેમના આશ્રમને સારુ થય તેમના જાહેરખર્ચને સારુ જે પૈસા જોઈએ તે તમે આપજો.'

પોના છોડી શાંતિનિકેતન જવાની હવે તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી રાતે ગોખલી મને ગમે એવી ખાસ મિત્રોની પાર્ટી અક્રી. ત્માં જે ખોરાક હું ખતો તેવો જ સૂકો ને લીલા મેવાનો ખોરાક તેમણે મંગાવ્યો હતો. પાર્ટી તેમની કોટડીથી થોડાં જ ડગલા દૂર હતી. તેમાં પણ આવવાની તેમની મુદ્દલસ્થિતી નહોતી, પણ તેમનો પ્રેમ તેમને કેમ