પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવાનું વચન આપ્યું. આ મેળાપ પછી થોડા જ દિવસમાં જકાત રદ્દ થવાની નોટિસ મેં છાપામાં વાંચી.

મેં આ જીતને સ્ત્યાગ્રહના પાયારૂપે માની, કેમ કે વીરમગામ વિષે વાતો દરમ્યાન મુંબઈ સરકારના સેક્રેટરીએ મને મારા તે વિષે બગસરામાં કરેલા ભાષણની નકલ પોતાની પાસે હોવાનું કહ્યું હતું. તેમાં રહેલા સત્યાગ્રહના ઉલ્લેખ વિષે નાખુશી પણ બતાવી હતી. તેમણે પૂછેલું:

'તમે આને ધમકી નથી માનતા? અને આમ શક્તિમાન સરકાર ધમકીને ગાંઠે?'

મેં જવાબ આપ્યો:

' આ ધમકી નથી આ લોકકેળવણી છે. લોકોને લોતાનાં દુઃખ દૂર કરવાના બધા વાસ્તવિક બતાવવાનો મારા જેવાનો ધર્મ છે. જે પ્રજા સ્વતંત્રતા ઈચ્છે તેની પાસે પોતાની રક્ષાના અંતિમ ઈલાજ હોવા જોઈએ. સામાન્ય રીતે આવા ઈલાજો હિંસક હોય છે, સત્યાગ્રહ એ શુદ્ધ અહિંસક શસ્ત્ર છે. તેનો ઉપયોગ ને તેની મર્યાદા બતાવવાનો મારો ધર્મ માનું છું. અંગ્રેજ અરકાર શક્તિમાન છે એ વિષે મને શંકા નથી . પ્ણ સ્ત્યાગ્રહ સર્વોપરી શસ્ત્ર છે એ વિષે પણ મને શંકા નથી.'

શાણા સેક્રેટરી એ પોતાનું માથું ધુણાવ્યું ને બોલ્યા: 'આપણે જોઈશું'


૪. શાંતિનિકેતન

રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ.

કાલેલકર 'કાકાસાહેબ' કેમ કહેવાતા હતા એ તો ત્યારે હું જાણતો જ નહોતો. પણ પાછળથી માલૂમ પડ્યું કે કેશવરાવ દેશપાંડે, જેઓ વિલાયતમાં મારા સમકાલીન હતા ને જેમની સાથે મારો વિલાયતમાં સરસ પરિચય થયો હતો, તે વડોદરા રાજ્યમાં 'ગંગનાથ વિદ્યાલય' ચલાવતા હતા. તેમની ઘણી ભાવનાઓમાં એક આ પણ હતી કે વિદ્યાલયમાં