પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતો. તેથી મેં વાનીઓ ઉપર અંકુશ તો મેળવી લીધો હતો, પણ મેં કંઇ મર્યાદા નહોતી આંકી, તેથી ઘણી જાતનો મેવો આવતો તેની સામે હું ન થતો. વધારે જાત હોય તે આંખને અને જીભને ગમે. ખાવાનો વખત તો ગમે તે હોય. મને પોતાને વહેલું ઉકેલવું ગમે તેથી બહુ મોડું તો ન થાય, પણ રાતના આઠનવ તો સહેજે વાગે.

આ ૧૯૧૫ની સાલમાં હરદ્વારમાં કુંભમેળો હતો. તેમાં જવાની મને તીવ્ર ઇચ્છા નહોતી. પણ મારે મહાત્મા મુનશીરામજીનાં દર્શને તો જવું જ હતું. કુંભને સમયે ગોખલેની સેવકસમાજે એક મોટી ટુકડી મોકલી હતી. તેની વ્યવસ્થા શ્રી હ્રદયનાથ કુંઝરુને હાથ હતી. મરહૂમ દાક્તર દેવ પણ તેમાં હતા. આમાં મદદ કરવા મારી ટુકડીને લઈ જવી એવો ઠરાવ હતો. મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહેલી ટુકડીને લઈને મારાથી પહેલાં હરદ્વાર પહોંચી ગયા હતા. હું રંગૂનથી વળી એમની સાથે જોડાઇ ગયો.

કલકત્તેથી હરદ્વાર પહોંચતાં ખૂબ મૂંઝાવું પડેલું. ડબ્બાઓમાં કેટલીક વેળા દીવાબત્તી પણ ન મળે. શહરાનપુરથી તો માલના કે ઢોરના ડબ્બામાં જ ઉતારુઓને પૂરવામાં આવ્યા હતા. ઉઘાડા ડબ્બા ઉપર મધ્યાહનનો સૂરજ તપે ને નીચે નકરી લોખંડની ભોંય, પછી અકળામણ નું શું પૂછવું? છતાં ભાવિક હિંદુ ઘણી તરસ છતાં 'મુસલમાન પાણી' આવે તે ન જ પીએ. 'હિંદુ પાણી'નો પોકાર થાય ત્યારે જ પાણી પીએ. આ જ ભાવિક હિંદુને દવામાં દાક્તર દારૂ આપે, મુસલમાન કે ખ્રિસ્તી પાણી આપે, માંસનું સત્ત્વ આપે, તે લેવામાં ન સંકોચ આવે ને ન પૂછવાપણું હોય.

અમે શાંતિનિકેતનમાં જ જોયું હતું કે ભંગીનું કામ કરવું એ તો અમારો હિંદુસ્તાનમાં વિશેષ ધંધો થઈ જ પડશે. સેવકોને સારુ કોઈ ધર્મશાળામાં તંબૂ તાણવામાં આવ્યા હતા. પાયખાનાને સારુ દાક્તર દેવે ખાડા ખોદાવ્યા હતા. પણ તે ખાડાની દાક્તર દેવ તો આવે સમયે જે થોડા પગારદાર ભંગી મળી શકે તેમની જ મારફતે કરાવી શકે ના? આ ખાડાઓમાં પડતો મળ વખતોવખત ઢાંકવાનું ને તેને બીજી રીતે સાફ રાખવાનું કામ ફિનિક્સની ટુકડીએ ઉપાડી લેવાની મારી માગણીનો દાક્તર દેવે ખુશીની સાથે સ્વીકાર કર્યો. આ સેવા કરવાની