પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેસીને વકીલાત કરી જ શક્યા નથી એમ કહીએ તો ચાલે.

અમે નડિયાદ અનાથશ્રમમાં વાસ કર્યો. અનાથાશ્રમમાં વાસ કરવામાં કોઈ વિશેષતા ન માને. નડિઆદમાં એના જેવું કોઈ બીજું એટલા બધા માણસોને સંગ્રહી શકે એવું છૂટું મકાન નહોતું. છેવટે નીચે પ્રમાણે પ્રતિજ્ઞામાં દસ્તક લેવાયા:

"અમારા ગામનો પાક ચાર આની થી ઓછો થયો છે,એમ અમે જાણીએ છીએ. અમે તેટલા કારણસર મહેસુલ વસૂલ કરવાનું આવતા વર્ષ સુધી મુલતવી રાખવાની સરકારને અરજ કરી, છતાં બંધ કરવામાં આવ્યું નથી. તેથી અમે નીચે સહી કરનાર પ્રતિજ્ઞા કરીએ છીએ કે, અમે સરકારની મહેસૂલ આ વર્ષની પૂરી કે જે બાકી રહી હોઇય તે નહીં ભરીએ; પણ તે વસૂલ કરવા સરકારને જે કાયદેસર પગલાં ભરવા હશે તે ભરવા દઈશું અને તેથી થતાં દુઃખ સહન કરીશું. અમારી જમીન ખાલસા થશે તો પણ અમે થવા દઈશું. પણ અમારે હાથે પૈસા ભરીને જૂઠા થરી સ્વમાન નહીં ગુમાવીએ.જો ના.સરકાર બીજો હપતો બાકી રહેલી બધી જગ્યાએ મુલતવી રાખે તો અમારામાં જે શક્તિમાન હોઈશું તે પૂરી અગર બાકી રહેલી મહેસૂલ ભરવા તૈયર છીએ. અમરામાં જે શક્તિમાન છે તેઓનેમહેસૂલ નભરવાનું કારાણ એ છે કે, જો શક્તિમાન ભરે તો અશક્તિમાન ગભરાટમાં પોતાની ગમે તે ચીજ વેચીને કે કરજ કરીને મહેસૂલ ભરે અને દુઃખ ભોગવે. એવી હાલતમાંથી ગરીબોનો બચાવ કરવો એ શક્તિમાનની ફરજ છે એવી અમારી માન્યતા છે."

આ લડતને હું વધારે પ્રકરનો નહીં આપી શકું.તેથી ગહ્ણં મીઠાં સ્મરણો છોડવાં પડશે. જેઓ આ મહત્ત્વની લડતનો ઊંઓ અભ્યાસ કરવા ઈચ્છે તેમને શ્રી શંકરલાલ પરીખે લખેલો ખેડાની લડતનોઇ સવિસ્તર સત્તાવાર ઈતિહાસ વાંચી જવાની મારી ભલામણ છે.